શોધખોળ કરો

Jasprit Bumrah: 'હું તમારી કરતા સારો બોલર...; સાઉથ આફ્રીકાના આ પ્લેયરે બુમરાહ માટે કેમ કહ્યું આવુ ? 

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી હરાવ્યું હતું.

Kwena Maphaka On Jasprit Bumrah: અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની જીતની હીરો યુવા ફાસ્ટ બોલર ક્વેના માફાકા હતો. પરંતુ આ મેચ બાદ તેણે પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, જસપ્રીત બુમરાહ સાથે તેની સરખામણી પર ક્વેના માફકાએ કહ્યું કે જસપ્રિત બુમરાહ ખૂબ જ સારો બોલર છે પરંતુ કદાચ હું તેના કરતા વધુ સારો છું.

'જસપ્રીત બુમરાહ ખૂબ જ સારો બોલર છે પરંતુ કદાચ હું તેના કરતા સારો છું'

વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 5 વિકેટ લેનારા દક્ષિણ આફ્રિકાના યુવા ફાસ્ટ બોલર ક્વેના માફકા પર મેચ બાદ સવાલ ઉઠ્યા હતા. આ દરમિયાન ક્વિના મફાકાની તુલના ભારતીય દિગ્ગજ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ સાથે કરવામાં આવી હતી. જેના જવાબમાં તેણે કહ્યું કે જસપ્રીત બુમરાહ ઘણો સારો બોલર છે પરંતુ કદાચ હું તેના કરતા સારો છું. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ક્વેના માફકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની બોલિંગથી પ્રભાવિત કર્યા. ખાસ કરીને, તેણે તેના યોર્કર વડે ચાહકોનું ધ્યાન ખેંચ્યું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ ક્વેના મફાકાની તુલના જસપ્રિત બુમરાહ સાથે કરવાનું શરૂ કર્યું.

ક્વેના મફકાના કારણે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝ-સાઉથ આફ્રિકા મેચની વાત કરીએ તો કેરેબિયન ટીમને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી યજમાન દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી ડેવોન મેરાઈસે સૌથી વધુ 65 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 40.1 ઓવરમાં 254 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જ્વેલ એન્ડ્રુએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 96 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 130 રન બનાવ્યા, પરંતુ તે ટીમની હાર ટાળી શક્યો નહીં. 

ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024 માં જીત સાથે શરુઆત કરી

અંડર-19 વર્લ્ડ કપ 2024માં, ભારતીય ટીમ (IND U19 vs BAN U19) એ તેના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. 20 જાન્યુઆરી, શનિવારે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ભારતનો 84 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટના નુકસાને 251 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતના 252 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશે સારી શરૂઆત કરી હતી. આશિકુર રહેમાન શિબલી અને ઝિશાન આલમે પ્રથમ વિકેટ માટે 38 રન જોડ્યા હતા. શિબલીને સૌમ્યા પાંડેએ આઉટ કર્યો હતો. તે 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજ લિંબાણીએ 14ના સ્કોર પર ઝિશાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ચૌધરી મોહમ્મદ રિઝવાન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને સૌમ્યા પાંડેનો શિકાર બન્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget