SL vs AFG, Asia Cup 2023: રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનની 2 રનથી હાર, શ્રીલંકા સુપર-4માં પહોંચ્યું
Asia Cup: એશિયા કપમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો મુકાબલો થયો હતો. જેમાં શ્રીલંકાની જીત થઈ હતી.
Asia Cup 2023: એશિયા કપમાં આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો મુકાબલો થયો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 289 રનમાં ઓલઆઉટ થઈ હતી. જીત સાથે જ શ્રીલંકાનો સુપર-4માં પ્રવેશ થયો હતો.
શ્રીલંકા તરફથી કુસલ મેંડિસે 84 બલમાં 92 રનની ઈનિંગ રમી હતી. નિસાંકાએ 41 રન અને અસલંકાએ 36 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ગુલબદીને 60 રનમાં 4 તથા રાશિદ ખાને 63 રનમાં 2 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને સુપર-4માં ક્વોલિફાય થવા માટે 37.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરવો પડે તેમ હતો. જેના માટે શરૂઆતથી જ તેના બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરી હતી. જોકે તેમ છતાં પૂરી ટીમ 37.4 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ નબીએ 32 બોલમાં 65 રન, ગુલબદીને 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. રાશિદ ખાન 16 બોલમાં 27 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રજિથાએ 79 રનમાં 4 વિકેટ લીધી હતી.
A thriller in Lahore 😯
— ICC (@ICC) September 5, 2023
Sri Lanka sneak home by two runs against a spirited Afghanistan side to book a Super 4 spot in #AsiaCup2023 👊#AFGvSL | 📝: https://t.co/mGlQ6ex6uJ pic.twitter.com/XDPFbc4jvd
શ્રીલંકાના મહાન ખેલાડી મુથૈયા મુરલીધરનના જીવન પર બની રહેલી બાયોપિક ફિલ્મ '800'નું ટ્રેલર સચિન તેંડુલકરે મુંબઈમાં લોન્ચ કર્યું. આ ફિલ્મમાં મુરલીધરનનું પાત્ર અભિનેતા મધુર મિત્તલ ભજવી રહ્યો છે, જેણે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં અભિનય કર્યો હતો.મુથૈયા મુરલીધરનની ફિલ્મ 800નું લેખન અને નિર્દેશન એમએસ શ્રીપતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં હિન્દી સિવાય તમિલ અને તેલુગુનો પણ સમાવેશ થાય છે. પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિ શરૂઆતમાં આ ફિલ્મ માટે મુરલીધરનની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ બાદમાં વિરોધને કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. મુરલીધરને તેની કારકિર્દીમાં 13 વખત સચિન તેંડુલકરને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે મુરલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે જ રમી હતી. મુથૈયા મુરલીધરને વર્ષ 2005માં ચેન્નાઈના રહેવાસી મધીમલર રામામૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1992માં મુથૈયા મુરલીધરને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ પછી મુરલીએ 133 ટેસ્ટ મેચમાં 22.73ની એવરેજથી 800 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન મુરલીએ 67 વખત એક ઇનિંગમાં 5 વિકેટ અને 22 વખત ઇનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય મુરલીધરને 350 ODI મેચ રમીને 534 વિકેટ પોતાના નામે કરી હતી.