IPL 2023: સનરાઇઝર્સ હૈદરાબાદે નવા કેપ્ટનના નામની કરી જાહેરાત, આ બેટ્સમેનને સોંપાઇ કેપ્ટનશીપ
સનરાઇઝર્સ હૈદરાબાદે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે
Aiden Markram: સનરાઇઝર્સ હૈદરાબાદે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામને આ જવાબદારી સોંપવામાં આવી છે. માર્કરામે દક્ષિણ આફ્રિકાની તાજેતરમાં સમાપ્ત થયેલી T20 ફ્રેન્ચાઇઝ લીગ (SA20)માં સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. તેણે SA20માં પોતાની ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
SA20 માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપની કેપ્ટનશીપ એડન માર્કરામને સોંપાઇ હતી. 6 ટીમોની આ લીગમાં સનરાઇઝર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ લીગની અંતિમ મેચમાં પ્રિટોરિયા કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. SA20 માં તેની ટીમની સમાન સફળતાને ધ્યાનમાં રાખીને સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલમાં પણ આ જવાબદારી નિભાવવા માટે એડન માર્કરામની પસંદગી કરી હતી.
કેન વિલિયમસન અગાઉ કેપ્ટન હતો
IPL 2022 માં સનરાઇઝર્સની કેપ્ટનશીપ કેન વિલિયમસનને સોંપાઇ હતી. પરંતુ તે તેની ટીમને પ્લેઓફમાં સ્થાન અપાવી શક્યો ન હતો. આ પછી સનરાઇઝર્સે IPL 2023 માટે વિલિયમસનને પણ રિટેન ન કર્યો ત્યારથી આ ફ્રેન્ચાઇઝી તેના નવા કેપ્ટનની શોધમાં હતી. જ્યારે સનરાઇઝર્સે IPL 2023 માટે હરાજીમાં મયંક અગ્રવાલને ખરીદ્યો ત્યારે એવી અપેક્ષા હતી કે અગ્રવાલ કેપ્ટન બનાવવામાં આવી શકે છે પરંતુ માર્કરામની તાજેતરની સફળતાએ મયંક અગ્રવાલને કેપ્ટનશિપની રેસમાં પાછળ છોડી દીધો હતો.
આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એડન માર્કરામે પણ ઘણા રન બનાવ્યા હતા. માર્કરામે IPL 2022માં 47.63ની એવરેજ અને 139ના સ્ટ્રાઈક રેટથી 381 રન બનાવ્યા હતા. 2021માં આઈપીએલમાં ડેબ્યૂ કરનાર માર્કરામ અત્યાર સુધીમાં 20 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. અહીં તેણે 40.54ની એવરેજ અને 134ના સ્ટ્રાઈક રેટથી કુલ 527 રન બનાવ્યા છે.
Ben Stokes IPL 2023: IPL અગાઉ મહેન્દ્ર ધોનીને લાગ્યો મોટો ઝટકો, ટુનામેન્ટને અધવચ્ચે છોડી દેશે બેન સ્ટોક્સ
Ben Stokes IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ હવે આ ઓલરાઉન્ડરે ટીમને મોટો ઝટકો આપ્યો છે.
બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે તે IPLની આગામી એટલે કે 2023ની સીઝન રમી શકશે નહીં. તે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેશે. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. જ્યારે ઇંગ્લિશ ટીમે તેની ટેસ્ટ શ્રેણી જૂનથી શરૂ કરવાની છે.