શોધખોળ કરો

T20 WC 2022: આ વર્લ્ડકપમાં પાંચમો મોટો ઉલટફેર, જાણો કઇ ટીમે કોનો કર્યો શિકાર.......

પાકિસ્તાન જે ગૃપમાં છે તે ગૃપમાં ભારતનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સૌથી આસાન લાગી રહ્યું છે. કેમકે ભારતે અત્યારે માત્ર બે જ મેચ રમી છે અને બન્નેમાં જીત મેળવી છે.

T20 WC: આઇસીસી ટી20 વર્લ્ડકકપમાં ફરી એકવાર મોટા અપસેટ સર્જાવા લાગ્યા છે. ગઇકાલે વધુ એક મોટા અપસેટે બધાને ચોંકાવી દીધા છે. ગઇકાલે નબળી ગણાતી ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાનને રોમાંચક મેચમાં એક રનથી હાર આપીને બધા સમીકરણોને ઉંધા કરી દીધા છે. આ હાર સાથે જ પાકિસ્તાની ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. આ વર્લ્ડકપમાં પાકિસ્તાનની આ સળંગ બીજી હાર છે, આ પહેલા ભારતીય ટીમ અને હવે ઝિમ્બાબ્વેની ટીમે બાબર સેનાના માત આપી છે. પૉઇન્ટ ટેબલમાં અત્યાર ગૃપમાં ભારતીય ટીમ નંબર એક પર છે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકા અને ત્રીજા નંબર પર ઝિમ્બાબ્વે આવી ગયુ છે. જ્યારે પાકિસ્તાની ટીમ પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર પહોંચી ગઇ છે.   

છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 11 રનની જરૂર હતી - 

જુઓ છેલ્લી ઓવરનો રોમાંચ ---- 
19.1: બ્રેડન ઇવાન્સનો પહેલો બૉલ- 3 રન બન્યા
19.2: બ્રેડન ઇવાન્સનો બીજો બૉલ- પાકને જીત માટે 4 રનની જરૂર
19.3: બ્રેડન ઇવાન્સનો ત્રીજો બૉલ- 1 રન બન્યો
19.4: બ્રેડન ઇવાન્સનો ચોથો બૉલ- કોઇ રન ના બન્યો
19.5: બ્રેડન ઇવાન્સનો પાંચમો બૉલ- મોહમ્મદ નવાઝ કેચ આઉટ
19.6: બ્રેડન ઇવાન્સનો છઠ્ઠો બૉલ- શાહીન આફ્રિદીએ સ્ટ્રેટમાં શૉટ ફટકાર્યો, 2 રન માટે દોડ્યો, તે બીજો રન દોડતી વખતે રન આઉટ થઇ ગયો. 
પાકિસ્તાનની એક રને ઝિમ્બાબ્વે સામે હરી ગયુ.

આ વર્લ્ડકપમાં અત્યાર સુધી થયા આ પાંચ મોટા ઉલટફેર, જુઓ....... 

ટીમ કઇ ટીમને હરાવી અંતર કઇ મેચમાં
નામીબિયા શ્રીલંકા 55 રન  ક્વૉલિફાઇંગ
સ્કૉટલેન્ડ વેસ્ટઇન્ડિઝ 42 રન ક્વૉલિફાઇંગ
આયરલેન્ડ વેસ્ટઇન્ડિઝ 9 વિકેટ ક્વૉલિફાઇંગ
આયરલેન્ડ ઇંગ્લેન્ડ 5 રન (DLS) સુપર-12
ઝિમ્બાબ્વે પાકિસ્તાન 1 રન સુપર-12
 
T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઇ ગઇ મુશ્કેલીમાં, જાણો હવે સેમિ ફાઇનલમાં કઇ રીતે પહોંચી શકે ?
Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ વખતનો ટી20 વર્લ્ડકપ 2022 સારો નથી રહ્યો, શરૂઆતની બે મેચોમાં સળંગ હાર મળતાંની સાથે જે હવે કેટલાક સવાલો ઉભા થવા લાગ્યા છે. બાબર આઝમની ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારતીય ટીમ તરફથી હાર મળી, અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ 1 રનથી હાર આપી, આ બે હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ બરાબરની ફંસાઇ ગઇ છે. પાકિસ્તાનને હવે વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચવા આગળની મેચોમાં જીત સાથે અન્ય ટીમો પર નજર રાખીને બેસી રહેવુ પડશે. જાણો હવે કઇ રીતે પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.. 

પાકિસ્તાન જે ગૃપમાં છે તે ગૃપમાં ભારતનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સૌથી આસાન લાગી રહ્યું છે. કેમકે ભારતે અત્યારે માત્ર બે જ મેચ રમી છે અને બન્નેમાં જીત મેળવી છે. હવે સેમિ ફાઇનલમાં ભારતને જવા માટે ત્રણમાંથી બે મેચો જીતવાની છે. 

પાકિસ્તાનનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સમીકરણ  -
જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની મેચમાં જીત મેળવી લે છે, તો પણ તેનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ પાક્કી નહીં થાય. તેને ત્રણેય મેચોમાં સતત જીતની સાથે આવી આશા રાખવી પડશે કે હવે દક્ષિણ આફ્રિકા ત્રણમાંથી બે મેચ હારી જાય, જો દક્ષિમ આફ્રિકાએ બે મેચમાં જીત હાંસલ કરી લીધી, તો પાકિસ્તાન ત્રણ મેચ જીતવા છતાં તેનાથી એક પૉઇન્ટ પાછળ રહેશે.  

દક્ષિણ આફ્રિકાને ભારત, પાકિસ્તાન, અને નેધરલેન્ડ્સ વિરુદ્ધ મેચ રમવાની છે. આવામાં પાકિસ્તાનના ફેન્સ એવી આશા રાખી શકે છે કે દક્ષિણ આફ્રિકા હજુ બે મેચ હારી શકે છે. હાલમાં પાકિસ્તાન માટે આગળની રાહ ખુબ મુશ્કેલ દેખાઇ રહી છે.

T20 WC, Pak vs Zim: ટી-20 વર્લ્ડકપમાં વધુ એક મોટો અપસેટ, પાકિસ્તાન સામે ઝીમ્બાબ્વે એક રનથી જીત્યુ
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. ટી-20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હાર આપી હતી. ગુરુવારે (27 ઓક્ટોબર) પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ પાકિસ્તાન આઠ વિકેટ ગુમાવીને 129 રન જ બનાવી શક્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ માત્ર પાંચ ઓવરમાં 42 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. જો કે, તે પછી તેણે સસ્તામાં વિકેટો ગુમાવી દીધી હતી. 10મી ઓવર સુધીમાં ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 64 રન હતો,. સીન વિલિયમ્સ (31) અને સિકંદર રઝા (9) વચ્ચે ચોથી વિકેટ માટે 31 રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાની બોલરોએ વાપસી કરતા ઝિમ્બાબ્વેને ફરી આંચકો આપ્યો અને ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાન પર 95 રન થઇ ગયો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમે ચાર વિકેટ ઝડપી હતી. શાદાબ ખાને પણ ત્રણ વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વેના બોલરોએ પણ કર્યું શાનદાર પ્રદર્શન

ઓછા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પાવરપ્લેમાં જ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ ગુમાવી દીધી હતી. આઠમી ઓવર સુધીમાં ટીમને 36ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. બાદમાં શાદાબ ખાન (17) અને શાન મસૂદ (44) વચ્ચે ચોથી વિકેટ માટે 52 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી સાથે પાકિસ્તાને મેચમાં વાપસી કરી હતી પરંતુ સિકંદર રઝાએ સતત બે ઓવરમાં શાદાબ અને મસૂદને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી

મોહમ્મદ નવાઝે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર આઉટ થતાં જ ઝિમ્બાબ્વેએ જીત હાંસલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget