શોધખોળ કરો

T20 World Cup 2022: કાર્તિકની જગ્યાએ પંતને ટીમ ઈન્ડિયામાં તક મળવી જોઈએ, કપિલ દેવે જણાવ્યું કારણ

ભારતે ટી20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી રમેલી બે મેચોમાં જીત મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

Rishabh Pant Dinesh Karthik Kapil Dev Team India T20 World Cup 2022: ભારતે ટી20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી રમેલી બે મેચોમાં જીત મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યાર બાદ બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ બંને મેચોમાં ઋષભ પંતને પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું નહોતું. પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું હતું. ત્યારે હવે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું કહેવું છે કે, દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને મોકો મળવો જોઈએ.

કપિલ દેવે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, દિનેશ કાર્તિક અનુભવી બેટ્સમેન છે અને તે સારો ફિનીશર પણ છે. જો કે, આમ છતાં કપિલ દેવનું કહેવું છે કે, પંતને પ્લેઈંગ 11માં લેવો જોઈએ. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલી એક રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું છે કે, "હું કહેવા માંગીશ કે, હવે આપણી પાસે ઋષભ પંત છે, આ એ જ સમય છે જ્યારે ભારતને તેની જરુર છે. એવું લાગે છે કે, દિનેશ કાર્તિકે પોતાનું કામ કર્યું છે. પરંતુ વિકેટકીપિંગને પણ ધ્યાનમાં રાખતાં મને એવું લાગે છે કે, ઋષભ પંત ડાબા હાથના બેટ્સમેન માટે સારો વિકલ્પ છે."

કપિલ દેવે પંતની બેટિંગની પ્રસંશા કરતાં કહ્યું કે, "તે ખુબ જ સારો ખેલાડી છે. જો તમે તેની બેટિંગ જોશો તો તે રન બનાવા માટે સ્ટ્રગલ કરતો નહી જોવા મળે. હું ઈચ્ચું છું કે, તે વધારેમાં વધારે રન બનાવે. એ ખુબ જ જરુરી છે. પંત શરુઆતમાં ટાઈમ લે છે, પરંતુ તેની પછી ખુબ જ સરળતાથી રન બનાવી લે છે."

ઋષભ પંતનું T20 અને વનડેમાં પ્રદર્શનઃ

અહીં તમને જણાવી દઈએ કે, ઋષભ પંતે અત્યાર સુધીમાં 62 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ દરમિયાન તેણે 961 રન બનાવ્યા છે. સાથે જ પંતે આ ફોર્મેટમાં 3 અર્ધશતક ફટકાર્યા છે. ઋષભ પંતનો ટી20 ફોર્મેટમાં સૌથી શ્રેષ્ઠ સ્કોર અણનમ 65 રન છે. આ સાથે ઋષભે 27 વન ડે મેચોમાં 840 રન બનાવ્યા છે. પંત વનડેમાં એક શતક અને 5 અર્ધશતક ફટકારી ચુક્યો છે. વનડેમાં પંતને સર્વશ્રેષ્ઠ સ્કોર 125 રન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget