T20 World Cup 2022: સુનીલ નરેને રોહિત શર્માના કર્યા વખાણ, કોહલી સાથે તુલના પર આપ્યો જવાબ
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સુનીલ નરેને પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત જોરદાર પ્રદર્શન કર્યું છે. T20 ફોર્મેટમાં તેનો રેકોર્ડ સારો છે.
T20 World Cup 2022 Rohit sharma Team India Sunil Narine: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સુનીલ નરેને પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત જોરદાર પ્રદર્શન કર્યું છે. T20 ફોર્મેટમાં તેનો રેકોર્ડ સારો છે. તાજેતરમાં જ નરેને ભારતીય કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા છે. તે કહે છે કે રોહિત ક્યારેય આઉટ ઓફ ફોર્મ દેખાતો નથી. વિરાટ કોહલી અને રોહિતની સરખામણીના સવાલ પર નરેને જવાબ આપ્યો.
સુનીલ નરેને રોહિતના વખાણ કર્યા હતા. ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર તેણે કહ્યું કે, રોહિત ક્વોલિટિ પ્લેયર છે. તેમાં કોઈ શંકા નથી કે તેની પાસે ક્ષમતા છે અને જ્યારે તે રમવાનું શરૂ કરે છે ત્યારે તે જોવા માટે શ્રેષ્ઠ બેટ્સમેન બની જાય છે. તે હંમેશા ફોર્મમાં હોય છે. તેનો આઈપીએલ રેકોર્ડ સારો છે અને તે ભારત માટે પણ સારો દેખાવ કરી રહ્યો છે.
રોહિત અને વિરાટ કોહલીની સરખામણી પર તેણે કહ્યું, “લોકોને આ બધી વસ્તુઓ વિશે વાત કરવી ગમે છે. જ્યારે તેઓ સારું કરી રહ્યા હોય ત્યારે તે હંમેશા સરખામણી કરવામાં આવે છે કે કોણ શ્રેષ્ઠ છે. દરેક ખેલાડી પોતાની રીતે સારો છે.
ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલી બ્રેક પર હતો. તે લાંબા સમયથી ફોર્મમાં નહોતો. જેના કારણે વિરાટને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની સરખામણી અન્ય ખેલાડીઓ સાથે ઘણી થાય છે. જોકે, કોહલીએ વાપસી કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે એશિયા કપમાં સારો દેખાવ કર્યો હતો. જો કે ટીમ ઈન્ડિયા જીત હાંસલ કરી શકી ન હતી. સુપર ફોરમાં તેને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળી હતી.
Team India A Squad: સંજૂ સેમસન બન્યો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન
ભારતીય ટીમમાં વધુ એક ખેલાડીને કેપ્ટન બનવાનો મોકો મળ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે જુદાજુદા ખેલાડીઓની અજમાઇ ચાલી રહી છે. હવે આ કડીમાં વધુ એક ખેલાડી વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જોકે, આ કેપ્ટનશીપ તેને માત્ર ભારતની એ ટીમ માટે મળી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. બીસીસીઆઇએ લખ્યું- ભારત એ ટીમની ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જાહેર થઇ ગઇ છે, ટીમની કેપ્ટનશીપ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને સોંપવામાં આવી છે.