શોધખોળ કરો

AFG vs NZ: ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનથી કચડ્યું, રાશિદ-ફઝલ અને ગુરબાઝ ચમક્યા

ટી-200 વર્લ્ડ કપ 2024 માં વધુ એક અપસેટ જોવા મળ્યો હતો. આ વખતે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

AFG vs NZ Match Highlights: ટી-200 વર્લ્ડ કપ 2024 માં વધુ એક અપસેટ જોવા મળ્યો હતો. આ વખતે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. કેપ્ટન રાશિદ ખાન, ફઝલ હક ફારૂકી અને રહમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાનને જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પહેલા ટીમે બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યું અને બાદમાં શાનદાર બોલિંગ કરી ન્યૂઝીલેન્ડને કારમી હાર આપી હતી. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ તરફથી ફઝલ હક ફારૂકીએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 56 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રન કર્યા હતા. આ પછી બોલિંગમાં, ફઝલ હક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાને ચાર-ચાર વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. ગુરબાઝ ઉપરાંત ઝદરાને ટીમ માટે સારી ઇનિંગ રમી અને 41 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 15.2 ઓવરમાં માત્ર 75 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 102 રનની વિસ્ફોટક ભાગીદારી થઈ હતી. મેટ હેનરીએ ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઝદરાનને બોલ્ડ કર્યો. તે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ પછી હેનરીએ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા અઝમતુલ્લાહ ઓમરઝાઈને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. આ મેચમાં રાશિદ ખાન છ રન બનાવીને આઉટ થયો હતો અને ગુલબદ્દીન નાયબ શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કરીમ એક રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને નજીબુલ્લાહ એક રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. કિવી ટીમ તરફથી બોલ્ટ અને હેનરીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે લોકી ફર્ગ્યુસનને એક સફળતા મળી હતી.

આ મેચમાં કિવી ટીમના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ડેવોન કોનવે આઠ, ડેરીલ મિશેલ પાંચ, કેન વિલિયમ્સન નવ, માર્ક ચેપમેન ચાર, માઈકલ બ્રેસવેલ શૂન્ય, ગ્લેન ફિલિપ્સ 18, મિશેલ સેન્ટનર ચાર, મેટ હેનરી 12, લોકી ફર્ગ્યુસન બે રન બનાવીને આઉટ થયા હતા. ટ્રેન્ટ બોલ્ટ ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ તબાહી મચાવી હતી. ફઝલ હક ફારૂકી અને રાશિદ ખાને ચાર-ચાર વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ નબીને બે વિકેટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Embed widget