શોધખોળ કરો

T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓ આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડ કપની તમામ મેચ, જાણો વિગત

ICC T20 World Cup 2024 Live Streaming Online: ડિઝની + હોટસ્ટારના વડા સજિત શિવાનંદે કહ્યું કે, દરેક લોકો મેચ જોઈ શકે તે માટે અમે ICC T20 વર્લ્ડ કપ મોબાઈલ પર ફ્રીમાં બતાવવાનું નક્કી કર્યું છે.

ICC T20 World Cup 2024 Live Streaming News: ક્રિકેટ પ્રેમીઓ માટે કામના સમાચાર છે. ટી20 વર્લ્ડકપ 2024 શરૂ થવાને એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મોટા ભાગના દેશો આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. અમેરિકાને કોઈ આઈસીસી ટુર્નામેન્ટની યજમાની આપવામાં આવી હોય તેવો આ પ્રથમ મોકો છે.

ક્યાં જોઈ શકાશે ફ્રી સ્ટ્રીમિંગ

ગત વર્ષે વન ડે વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી હાર બાદ ભારતીય ફેંસ રોહિત શર્મા એન્ડ કંપનીને ટી20 વર્લ્ડકપ ટ્રોફી ઉઠાવતાં જોવા આતુર છે. ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર છે કે બ્રોડકાસ્ટર્સે ભારતીય ફેંસ માટે ટી20 વર્લ્ડકપ ફ્રીમા બતાવવાનો ફેંસલો કર્યો છે.  ટી20 ક્રિકેટ વર્લ્ડકપ 2024નુ ફ્રી સ્ટ્રીમિંગ ડીઝની + હોટસ્ટાર પર થશે. આ માટે તમારે સબસ્ક્રીપ્શન લેવાની જરૂર નથી. તમે ફ્રીમાં મેચનો આનંદ ઉઠાવી શકશો. ટીવી પર તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનો આનંદ લઈ શકશો.

ક્રિકેટને દરેક ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય 

 ડિઝની + હોટસ્ટારના વડા સજિત શિવાનંદે કહ્યું કે, દરેક લોકો મેચ જોઈ શકે તે માટે અમે ICC T20 વર્લ્ડ કપ મોબાઈલ પર ફ્રીમાં બતાવવાનું નક્કી કર્યું છે. આ રમત દેશના દરેક ખૂણે પહોંચવી જોઈએ અને ક્રિકેટ પ્રેમી કોઈપણ ક્ષણ ચૂકવા ન જોઈએ.

ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેશે

2 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેશે. ભારત તેનો પ્રથમ મુકાબલો આયરલેંડ સામે 5 જૂને રમશે. ટીમ ઈન્ડિયા બીજો મુકાબલો પાકિસ્તાન સામે 9 જૂને રમશે. ગત વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

વર્લ્ડ કપમાં વ્યુઅરશિપનો રેકોર્ડ તોડ્યો હતો

ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ દરમિયાન, સ્ટ્રીમિંગમાં ઘણા દર્શકોના રેકોર્ડ તૂટી ગયા હતા. ગયા વર્ષે, જ્યારે ODI વર્લ્ડ કપનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી કરવામાં આવ્યું હતું, ત્યારે દર્શકોનો રેકોર્ડ પાંચ વખત તૂટી ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન એક સમયે 5.9 કરોડ લોકો હોટ સ્ટાર પર સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા, જે એક રેકોર્ડ છે.  

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ચાહકો લાંબા સમયથી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની જર્સી રિલીઝ થવાની આશા રાખી રહ્યા હતા. ICC T20 વર્લ્ડ કપ 2024 માટે Adidas દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતની નવી જર્સીમાં નિયમિત ટી-20 કિટમાંથી નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નારંગી અને વાદળી રંગનો નોંધપાત્ર ભાગ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget