શોધખોળ કરો

T20 World Cup 2024: હવે નહીં ચાલે તો કપાઈ જશે પત્તું! ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ પર લટકી રહી છે તલવાર

Indian Cricket Team: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે જીતની હેટ્રિક પૂરી કરી, પરંતુ ટીમના ઘણા ખેલાડીઓ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે.

T20 World Cup 2024, IND vs IRE: T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે (Team India) જીતની હેટ્રિક પૂરી કરી હતી, પરંતુ ટીમના ઘણા ખેલાડીઓ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), શિવમ દુબે (Shivam Dubey) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) જેવા મોટા નામ સામેલ છે. જો કે, સૂર્યકુમાર યાદવે ચોક્કસપણે અમેરિકા સામે પચાસ રનના આંકને સ્પર્શ કર્યો હતો, પરંતુ આ બેટ્સમેન પર મોટી ટીમો સામે લગભગ દરેક વખતે ફ્લોપ રહેવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય શિવમ દુબેએ અમેરિકા સામે નાની પરંતુ મહત્વની ઇનિંગ રમી હતી. પરંતુ બોલિંગ સિવાય રવિન્દ્ર જાડેજા બેટિંગમાં ફ્લોપ રહ્યો છે. જો કે, અમે તે ખેલાડીઓ પર એક નજર નાખીશું કે જેઓ આગામી મેચોમાં તેમની છાપ છોડવામાં નિષ્ફળ જાય તો ટીમમાંથી બહાર થઈ શકે છે.

રવિન્દ્ર જાડેજા

આ ટૂર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાનું અત્યાર સુધીનું પ્રદર્શન એવું રહ્યું છે કે માનવામાં આવી રહ્યું છે કે આ ઓલરાઉન્ડર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ રવિન્દ્ર જાડેજાએ નિરાશ કર્યા છે. તેથી રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.

શિવમ દુબે

શિવમ દુબેની પસંદગી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે જ આ ખેલાડીએ પોતાના ખરાબ પ્રદર્શનથી ટીકાકારોને તક આપી છે. આયર્લેન્ડ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે પાકિસ્તાન સામે તેઓ માત્ર 3 રન બનાવીને આગળ વધ્યા હતા. જો કે તેણે અમેરિકા સામે નાની પરંતુ મહત્વની ઇનિંગ્સ રમી હતી, પરંતુ આ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને સાબિત કરવું પડશે. આથી શિવમ દુબેને આગામી મેચોમાં બેંચ પર બેસવું પડી શકે છે.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવે અમેરિકા સામે પચાસ રનનો આંકડો પાર કરીને ટીકાકારોને ચોક્કસ જવાબ આપ્યો છે, પરંતુ આ ખેલાડીએ મોટી ટીમો સામે પોતાને સાબિત કરવું પડશે. સૂર્યકુમાર યાદવ આ ટૂર્નામેન્ટની પ્રથમ 2 મેચમાં માત્ર 9 રન બનાવી શક્યો હતો. જોકે, અમેરિકા સામે 50 રનથી ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકોને ચોક્કસ રાહત મળી છે.      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Embed widget