IND vs USA: અર્શદીપ સિંહની કાતિલ બોલિંગ, આવું કરનારો બન્યો પ્રથમ ભારતીય, ઐતિહાસિક રેકોર્ડ કર્યો પોતાના નામે
અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપની મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે. તેના પહેલા બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને અફઘાનિસ્તાનના શાપૂર ઝદરાન પણ આ કરી ચુક્યા છે.
IND vs USA: T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારતનો મુકાબલો યુએસએ સામે છે. બંને ટીમોની આ મેચ ન્યૂયોર્ક સ્થિત નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમી રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને જ્યારે ભારતની બોલિંગ શરૂ થઈ, ત્યારે એક બોલરે દાવના પહેલા જ બોલ પર વિરોધી બેટ્સમેનને આઉટ કર્યો. આ બોલર બીજો કોઈ નહીં પણ અર્શદીપ સિંહ છે, જેણે યુએસએના શયાન જહાંગીરને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. શયાન જહાંગીર ટી20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહ્યો હતો. અર્શદીપ સિંહ એવો પહેલો બોલર નથી કે જેણે T20 વર્લ્ડ કપની મેચના પહેલા જ બોલ પર વિકેટ લીધી હોય.
અર્શદીપ આવું કરનાર પ્રથમ ભારતીય
અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપની મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે. તેના પહેલા બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને અફઘાનિસ્તાનના શાપૂર ઝદરાન પણ આ કરી ચુક્યા છે. જ્યારે નામિબિયાના રુબેન ટ્રમ્પલમેને T20 વર્લ્ડ કપની મેચના પહેલા જ બોલ પર બે વખત વિકેટ લીધી છે. મોર્તઝા અને ઝદરાને 2014માં આવું કર્યું હતું. જ્યારે રુબેન ટ્રમ્પલમેને 2021માં પહેલીવાર આવું કર્યું હતું, જ્યારે તેણે સ્કોટલેન્ડ સામેની મેચમાં જ્યોર્જ મુન્સેને ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો. રૂબેને 2024માં પણ આવું કર્યું હતું, જ્યાં તેણે કશ્યપ પ્રજાપતિને પહેલા જ બોલ પર LBW આઉટ કર્યો હતો.
મશરફી મોર્તઝા આવું કરનાર પ્રથમ બોલર
બાંગ્લાદેશનો મશરફે મોર્તઝા T20 વર્લ્ડ કપની મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. મોર્તઝાએ 16 માર્ચે બાંગ્લાદેશ સામે 2014ના વર્લ્ડ કપ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. મોર્તઝાએ અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન મોહમ્મદ શહઝાદને મેચના પહેલા જ બોલ પર ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો. માત્ર 2 દિવસ પછી, 2014 વર્લ્ડ કપમાં જ, અફઘાનિસ્તાનના શાપૂર ઝદરાને મેચના પહેલા જ બોલ પર હોંગકોંગના ઈરફાન અહેમદને ક્લીન બોલ્ડ કર્યો હતો.
T20 વર્લ્ડ કપમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ આંકડા
- 4/9 - અર્શદીપ સિંહ વિ યુએસએ, ન્યૂયોર્ક, 2024
- 4/11 - આર અશ્વિન વિ ઓસ્ટ્રેલિયા , મીરપુર, 2014
- 4/12 - હરભજન સિંહ વિ ઈંગ્લેન્ડ, કોલંબો, 2012
- 4/13 - આરપી સિંઘ વિ સાઉથ આફ્રિકા, ડરબન, 2007
- 4/19 - ઝહીર ખાન વિ આયર્લેન્ડ, નોટિંગહામ, 2009
- 4/21 - પ્રજ્ઞાન ઓઝા વિ બાંગ્લાદેશ, નોટિંગહામ, 2009