IND vs SL T20I Series: ભારત શરૂ કરશે 2024 ટી20 વર્લ્ડકપ મિશન, શ્રીલંકા વિરુદ્ધ આ હશે નવો કેપ્ટન
બીસીસીઆઇના અધિકારી અનુસાર, નવી સિલેક્શન કમિટી ડિસેમ્બરમાં નિયુક્ત કરવામાં આવશે. જે ભારતીય ટીમ વિશે તમામ ઔપચારિક નિર્ણય લેશે.
India vs Sri Lanka T20I Series 2023: ભારત આગામી જાન્યુઆરીમાં શ્રીલંકાની સાથે રમાનારી ટી20 સીરીઝથી વર્લ્ડકપ 2024ના મિશનની શરૂઆત કરશે, એવુ કહેવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત ટી20 ટીમનો ભાગ નહીં હોય. શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળવાની નક્કી છે. તેને નવી સિલેક્શન કમિટીના ગઠન બાદ ઔપચારિક રીતે ટી20 કેપ્ટનશીપ સોંપવામાં આવશે. જ્યારે ભારત કેટલાય સીનિયર ખેલાડીઓને ટી20 ટીમમાં હવે સામેલ નહીં કરવામાં આવે.
આ ખેલાડીઓને નહીં મળે મોકો -
ઇનસાઇડસ્પોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇએ અનૌપચારિક વાતચીતમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, અને આર અશ્વિન, દિનેશ કાર્તિકને સૂચિત કર્યા છે, તેમને હવે ભારતની ટી20 ટીમમાં સામેલ નહીં કરવામાં આવે. ભારત જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી20 મેચોની સીરીઝ રમશે. ઉપરોક્ત તમામ ખેલાડીઓમાંથી કોઇને ટીમમાં મોકો નહીં આપવામાં આવે. રિપોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલ પણ આ સીરીઝમાં નહીં રમે કેમ કે આ દરમિયાન તેના લગ્ન થવાના છે.
ડિસેમ્બરમાં રચાશે નવી સિલેક્શન કમિટી-
બીસીસીઆઇના અધિકારી અનુસાર, નવી સિલેક્શન કમિટી ડિસેમ્બરમાં નિયુક્ત કરવામાં આવશે. જે ભારતીય ટીમ વિશે તમામ ઔપચારિક નિર્ણય લેશે. પરંતુ એ નક્કી છે કે, આપણે કેટલાક નામોથી આગળ વધવાની જરૂર છે. રોહિત શર્મા, અને વિરાટ કોહલી સાથે વાતચીત થઇ ચૂકી છે. તે બીસીસીઆઇના નિર્ણયની સાથે છે. ભારતે છેલ્લે વર્ષ 2011માં પોતાની જમીન પર વર્લ્ડકપ જીત્યો હતો, પરંતુ તે પછી ટીમ ઇન્ડિયા ક્યારેય વર્લ્ડકપ જીતવામાં સફળ થઇ શકી નથી. જોકે, આ પછી વર્ષ 2013માં છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં આઇસીસી લેવલની ટૂર્નામેન્ટ તરીકે ચેમ્પીયન્સ ટ્રૉફી જીતી હતી.
Indian Captain: BCCIના સૂત્રનો ખુલાસો, હાર્દિકને T-20નો કેપ્ટન બનાવવાથી રોહિતને કોઈ વાંધો નહીં
રોહિતને કોઈ સમસ્યા નહીં
અહેવાલ પ્રમાણે BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા હાર્દિક પંડ્યાને T-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવતા ખુશ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, BCCIના ટોચના અધિકારીએ રોહિત શર્મા સાથે આ મામલે વાતચીત કરી હતી. રોહિત T-20 કેપ્ટન પદ છોડવા માટે સહજ છે. તે વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નવી પસંદગી સમિતિની નિમણૂક બાદ હાર્દિક પંડ્યાને T-20નો નવો કેપ્ટન બનાવવાની જાહેરાત કરવામાં આવશે.
માહિતી આપતાં BCCIના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન્સી યથાવત રાખશે. અમને લાગે છે કે, રોહિત પાસે હજી આપવા માટે ઘણું છે. સુકાની પદ છોડવાથી તેનું કદ કંઈ નાનું નથી થાય. સૂત્રે વધુમાં કહ્યું હતું કે, આપણે અત્યારથી જ 2024ના T20 વર્લ્ડ કપની તૈયારી કરવી પડશે. હાર્દિક આ રોલ માટે ફિટ છે. શ્રીલંકા સામેની સીરીઝ પહેલા હાર્દિક પંડ્યાની ટી20ના કેપ્ટન તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
સુકાનીપદમાં ફેરફાર બાદ ભારતીય ટીમ
T20 ફોર્મેટ - હાર્દિક પંડ્યા - T20 ફોર્મેટમાં કમાન સંભાળશે
ODI ફોર્મેટ - રોહિત શર્મા - ODIમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે
ટેસ્ટ ફોર્મેટ - ટેસ્ટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે.