USA અને આયરલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ, પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપમાંથી બહાર
અમેરિકા અને આયરલેન્ડ વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. યજમાન અમેરિકાએ ટી-20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન મેળવ્યું છે.
USA vs IRE: 14 જૂને યોજાનારી અમેરિકા અને આયરલેન્ડ વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ફ્લોરિડાના લોડરહિલ વિસ્તારમાં આવેલું છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો હતો. મેચ અધિકારીઓ અને અમ્પાયરોએ ઘણી વખત મેદાનની સ્થિતિ તપાસી હતી, પરંતુ અમેરિકા અને આયરલેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા નવ વાગ્યે રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે યજમાન અમેરિકાએ ટી-20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન મેળવ્યું છે. આ મેચને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે.
USA make history 👏
They qualify for the Super Eight of the #T20WorldCup 2024 🤩
All standings ➡️ https://t.co/2xst7AopLI pic.twitter.com/TIE5E5IOXw— ICC (@ICC) June 14, 2024
અમેરિકા સુપર-8માં, પાકિસ્તાન બહાર
આયરલેન્ડ સામેની મેચ રદ થવાને કારણે અમેરિકાને એક પોઈન્ટ મળ્યો છે અને તેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે યુએસએ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 સ્ટેજમાં સ્થાન મેળવી લીધું છે. પાકિસ્તાનની ટીમ અને તેના ચાહકોને આશા હતી કે આયરલેન્ડ કોઈપણ ભોગે અમેરિકાને હરાવી દેશે કારણ કે યુએસએની હારના કિસ્સામાં પાકિસ્તાન ટીમની સુપર-8ની આશા જીવંત રહી શકે છે. પરંતુ મેચ રદ્દ થવાને કારણે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. હવે જો પાકિસ્તાન આયરલેન્ડ સામે જીતશે તો પણ તે આગળના તબક્કામાં પ્રવેશી શકશે નહીં.
ફ્લોરિડામાં પૂર જેવી સ્થિતિ છે
અમેરિકન રાજ્ય ફ્લોરિડાના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આમાંથી એક લોડરહિલ વિસ્તાર છે, જ્યાં યુએસએ અને આયરલેન્ડ વચ્ચે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી. આ મેદાન પર ભારત વિરુદ્ધ કેનેડા અને પાકિસ્તાન વિરુદ્ધ આયરલેન્ડની મેચો પણ રમાવાની છે. ખરાબ હવામાન અને સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં ગ્રુપ Aની બાકીની ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ થઇ શકે છે.