T20 World Cup: શાર્દૂલ ઠાકુરને છેલ્લી ઘડીએ કોના એક ફોનથી T-20 વર્લ્ડ કપની ટીમમાં લઈ લેવાયો ?
T20 World Cup: થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા શાર્દુલ રિઝર્વ ખેલાડી અને અક્ષર પટેલ ટીમમાં હતો પણ પછી તેનાથી ઉલટું થઈ ગયું હતું.
T20 World Cup: ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.
શાર્દુલને ટીમમાં લેવાનો કોનો હોઈ શકે છે આઈડિયા
થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા શાર્દુલ રિઝર્વ ખેલાડી અને અક્ષર પટેલ ટીમમાં હતો પણ પછી તેનાથી ઉલટું થઈ ગયું હતું. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનના કહેવા મુજબ ઠાકુરને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવાનો આઈડિયા ધોનીનો હોઈ શકે છે. ધોનીએ આ અંગે કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રી સાથે વાત કરી હતી. વોને ઠાકુરની તુલના દિગ્ગજ ઓલરાઉન્ડ ઈયાન બોથમ સાથે પણ કરી હતી.
શાર્દુલ ટી20 વર્લ્ડકપમાં ભજવી શકે છે મોટી ભૂમિકા
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું, શાર્દુલ ઠાકુર ટી20 વર્લ્ડકપમાં ભારત માટે મોટી ભૂમિકા ભજવી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીનો તેને ટીમમાં સામેલ કરવા પાછળ હાથ હોઈ શકે છે. ધોની ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના મેંટોર તરીકે કામ કરશે.
ઈયાન બોથમ જેવો બની શકે છે શાર્દુલ
વોને ક્રિકબઝ સાથે વાતચીતમાં કહ્યું, ભારતીય ટીમના મેંટોંર તરીકે ધોની છે. તેના આવવાથી ભારતને ફાયદો થશે. વોને શાર્દુલ ઠાકુરની તુલના ઈયાન બોથમ સાથે કરતાં કહ્યું, સીએસકેનો આ ક્રિકેટર આગળ જતાં આવો બની શકે છે. તે પોતાની બોલિંગમાં વિવિધતાથી બેટ્સમેનોને હેરાન કરી દે છે અને તેની સામે રમવું ઘણું મુશ્કેલ હોય છે.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ
આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.