IND W vs SA W Final: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચ્યો, સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે.

ICC U19 Womens T20 World Cup 2025: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટ 2023માં શરૂ થઈ હતી અને ભારતીય ટીમે પહેલી જ આવૃત્તિમાં જીત મેળવી હતી. તે સમયે શેફાલી વર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હતી. હવે બે વર્ષ બાદ ટૂર્નામેન્ટની બીજી આવૃત્તિમાં નિક્કી પ્રસાદની કપ્તાનીમાં ભારતીય ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ઈનિંગ 20 ઓવરમાં 82 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ગોંગાડી ત્રિષાએ ફાઇનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ વિકેટ લેવા ઉપરાંત અણનમ 44 રન પણ ફટકાર્યા હતા.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆#TeamIndia 🇮🇳 are the ICC U19 Women’s T20 World Cup 2025 Champions 👏 👏
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
Scorecard ▶️ https://t.co/hkhiLzuLwj #SAvIND | #U19WorldCup pic.twitter.com/MuOEENNjx8
મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય બોલરોએ તબાહી મચાવી દીધી હતી. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ટીમને 20 ઓવરમાં 82 રન સુધી રોકી દીધી હતી. ભારતને સતત બીજી વખત ચેમ્પિયન બનવા માટે માત્ર 83 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન કાયલા રેનેકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી.
કુઆલાલંપુરના બ્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને બીજી ઓવરમાં સિમોન લોરેન્સના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તેને પારુણિકા સિસોદિયાએ ક્લીન બોલ્ડ કરી હતી. સિમોન ખાતું ખોલાવી શકી ન હતી. આ પછી ચોથી ઓવરમાં શબનમ શકીલે જેમ્મા બોથાને કમલિનીના હાથે કેચ આઉટ કરાવી હતી. જેમ્માએ 14 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને પાંચમી ઓવરમાં 20 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. આયુષી શુક્લાએ ડાયરા રામલકનને બોલ્ડ કરી હતી. તે ત્રણ રન બનાવી શકી હતી.
આ પછી કાયલા રેનેકે અને કારાબો માસીઓએ ચોથી વિકેટ માટે 20 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ગોંગાડી ત્રિષાએ તોડી હતી. તેણે રેનેકેને પારુણિકાના હાથે કેચ આઉટ કરાવી હતી. રેનેકે 21 બોલમાં સાત રન બનાવી શકી. આ પછી આયુષી શુક્લાએ મેસોને બોલ્ડ કરી. તે 26 બોલમાં 10 રન બનાવી શકી હતી. ગોંગાડી ત્રિષાએ ત્યારબાદ મીએક વાન વૂર્સ્ટ અને સેશની નાયડુને પણ આઉટ કર્યા હતા. મીએક 18 બોલમાં 23 રન બનાવી શકી હતી, જ્યારે સેશની ખાતું પણ ખોલાવી શકી નહીં.
વૈષ્ણવી શર્માએ ફે ક્રાઉલિંગ (15) અને મોનાલિસા લેગોડી (0)ને પેવેલિયન મોકલ્યા હતા. પારુનિકાએ એશ્લે વાન વિકને ઇનિંગના છેલ્લા બોલ પર આઉટ કરી હતી. એશ્લે ખાતું પણ ખોલાવી શકી નહીં. ભારતીય બોલરોના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે દક્ષિણ આફ્રિકાની ટીમના ચાર ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ભારત તરફથી ગોંગાડી ત્રિષાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે પારુણિકા સિસોદિયા, આયુષી શુક્લા અને વૈષ્ણવી શર્માને બે-બે વિકેટ મળી હતી. શબનમ શકીલને એક વિકેટ મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
