શોધખોળ કરો

IND vs AUS T20 India Squad: ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝ માટે ભારતીય ટીમ થઈ જાહેર, સૂર્યકુમાર યાદવ કેપ્ટન, જાણો કોને કોને મળ્યું સ્થાન

ઓસ્ટ્રેલિયા સામે 23 તારીખથી શરૂ થનારી ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 (India vs Australia T20 series 2023) શ્રેણી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની (Team India)જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડને (Ruturaj Gaikwad)  વાઈસ કેપ્ટન (Vice Captain) બનાવાયો છે.

શ્રેયસ ઐયર છેલ્લી બે મચમાં ટીમ સાથે જોડાશે

શ્રેયસ ઐયર (Shreyas Iyer) છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. ભારતે આ સિરીઝમાં પાંચ T20 રમવાની છે. ઈજામાંથી સાજા થયેલા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઈ છે.

ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર.

 લાઈવ ક્યાં જોઈ શકો છો ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પાંચ મેચની T20 શ્રેણીનું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ પર કરવામાં આવશે.

શેડ્યૂલ આ પ્રમાણે છે

પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ચોથી મેચ- 01 ડિસેમ્બર, શુક્રવાર વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રવિવાર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ.

T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની પણ જાહેરાત થઈ ગઈ છે.ઓસ્ટ્રેલિયાની કપ્તાની મેથ્યુ વેડ કરશે.

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે અટલ બ્રિજ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં પિચ ઉપર દોડી આવેલા શખ્સને લઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch VideoBopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયાDahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Embed widget