દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
BCCI એ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અક્ષર પટેલને દક્ષિણ આફ્રિકા સામેની ચોથી અને પાંચમી T20Iમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા T20I શ્રેણીની છેલ્લી બે મેચોમાંથી અક્ષર પટેલ બહાર થઈ ગયો છે. 14 ડિસેમ્બરે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20I માં અક્ષર પટેલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે માંદગીને કારણે પટેલ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
અપડેટેડ ભારતીય સ્ક્વોડ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ.
🚨 NEWS 🚨#TeamIndia allrounder, Axar Patel has been ruled out of the remaining two @IDFCFIRSTBank T20Is against South Africa due to illness.
— BCCI (@BCCI) December 15, 2025
🔽 Details | #INDvSA | @akshar2026 https://t.co/CZja7iaLNm
અક્ષર પટેલે બહાર
BCCI એ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અક્ષર પટેલને દક્ષિણ આફ્રિકા સામેની ચોથી અને પાંચમી T20Iમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અક્ષર પટેલની બીમારીને કારણે લેવામાં આવ્યો છે. ચોથી અને પાંચમી T20I માટે અક્ષર પટેલના સ્થાને શાહબાઝ અહમદને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20I 17 ડિસેમ્બરે લખનૌમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચ બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે.
અગાઉ, જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોસર સ્વદેશ પરત ફર્યો હતો અને તેથી તે ધર્મશાળામાં ત્રીજી મેચ રમ્યો ન હતો. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે બુમરાહને અંતિમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ધર્મશાલાના મેદાન પર રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી પ્રદર્શન કરતા મહેમાન ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી હતી. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ફળદાયી સાબિત થયો હતો. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રીતાની ટીમ માત્ર 117 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જવાબમાં ભારતે આ લક્ષ્યાંક 25 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.




















