શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાનો આ સ્ટાર ક્રિકેટર વતન છોડીને ઓસ્ટ્રેલિયામાં થઈ ગયો સ્થાયી, જાણો હવે ત્યાં શું કામ કરી રહ્યો છે ?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 39 સેન્ચુરી ફટકારનાર દિલશાને શ્રીલંકામાં લોકલ ક્લબ માટે રમવાની ના પાડી દીધી હતી અને હવે તે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો છે.
ક્રિકેટના મેદાન પર શાનદાર બેટિંગ કરનાર શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન દિલશાન હવે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો છે. તે શ્રીલંકી છોડીને પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો છે. દિલશાને વર્ષ 2016માં આંતરરાષ્ટ્રાીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 39 સેન્ચુરી ફટકારનાર દિલશાને શ્રીલંકામાં લોકલ ક્લબ માટે રમવાની ના પાડી દીધી હતી અને હવે તે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયામાં તેણે સ્થાનીક ક્લબ કેસે સાઉથ- મેલબોર્ન સાથે કરાર કર્યો છે. એકાદ વર્ષ પછી તેણે અહીં પ્રેક્ટિસ દરમિયાન બેટ હાથમાં લીધુ હતું. અહીં તેણે 53 બોલરમાં 42 રન બનાવ્યા હતા. સાથે જ તેણે બોલિંગ પણ કરી હતી.
દિલશાને અહીં શિફ્ટ થવા વિશે કહ્યું કે, તે પોતાની દીકરીની ક્રિકેટ કારકિર્દીને લઈને ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છે. તેની 13 વર્ષની દીકરી રાઈટ હેન્ડ લેગ સ્પીનર બોલિંગ કરે છે જ્યારે લેફ્ટ હેન્ડ બેટિંગ કરે છે. તે અહીં ઓસ્ટ્રેલિયામાં ઓફિસર ક્રિકેટ ક્લબની અંડર 18 ટીમ માટે રમે છે.
ઓસ્ટ્રેલિયા વિશે તેણે કહ્યું કે, અહીંની સિસ્ટમ અને સ્વતંત્રતા મને ગમે છે. એશિયામાં જ્યારે તમે બહાર નીકળો તો બહાર તમને ફેન્સ ઘેરી લે છે અને તમારી પાછળ ફરતા હોય છે. પણ અહીં ઓસ્ટ્રેલિયામાં ફ્રી લાઈફ જીવી શકાય છે. ખાસ કરીને મારા બાળકો માટે. અહીંની તમામ સુવિધાઓ શ્રેષ્ઠ છે ખાસ કરીને શાળાઓ.
શું દિલશનનું બીજું બાળક ઓસ્ટ્રેલિયા માટે ક્રિેકટ રમશે કે નહીં તેના જવાબમાં દિલશાને કહ્યું કે, હાલ તેના વિશે કંઈ કહી ન શકાય. હું તેને આ માટે કોઈ દબાણ નહીં કરું. બાળક જે ઇચ્છે તે કરશે અને હું તેને સપોર્ટ કરીશ.
નોંધનીય છે કે, દિલશાને ઓક્ટોબર 2013માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ટેસ્ટ કારકિર્દીમાં તેણે 87 મેચમાં 5492 રન બનાવ્યા છે. ઉપરાંત 39 ટેસ્ટ વિકેટ પણ લીધી છે. વનડે તેણે 10248 રન બનાવ્યા છે અને 106 વિકેટ લીધી છે. તેણે 11 ડિસેમ્બર 1999ના રોજ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પોતાની વનડે કારકિર્દીની શરૂઆત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion