Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
Tim southee: ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે

Tim southee: ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 28મી નવેમ્બરથી રમાનારી ઈંગ્લેન્ડ સામેની 3 મેચની હોમ ટેસ્ટ સીરિઝ બાદ તેની ટેસ્ટ કારકિર્દીનો અંત કરશે. તે તેની છેલ્લી ટેસ્ટ મેચ હેમિલ્ટનમાં 14 થી 18 ડિસેમ્બરની વચ્ચે રમશે. 35 વર્ષીય સાઉદીએ પોતાના કરિયરમાં કુલ 1124 વિકેટ લીધી છે. તેણે ન્યૂઝીલેન્ડ તરફથી અત્યાર સુધીમાં કુલ 104 ટેસ્ટ મેચ રમી છે. દરમિયાન તેણે 385 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનારો તે બીજો બોલર છે. સર રિચર્ડ હેડલીએ 431 ટેસ્ટ વિકેટ લીધી હતી.
New Zealand cricket great Tim Southee plans to finish his Test career at his home ground of Seddon Park in Hamilton against England this December. https://t.co/L0li6zMeAT
— BLACKCAPS (@BLACKCAPS) November 14, 2024
WTC ફાઈનલ રમી શકે છે
ટિમ સાઉથીએ 19 વર્ષની ઉંમરે 2008માં નેપિયરમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હવે તે પોતાની છેલ્લી મેચ પણ આ જ ટીમ સામે રમશે. જો કે, તેણે એમ પણ કહ્યું કે જો ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે જૂન મહિનામાં લોર્ડ્સમાં યોજાનારી મેચમાં રમશે
ટેસ્ટ ક્રિકેટમાં ટિમ સાઉથીએ 104 મેચમાં 385 વિકેટ ઝડપી છે જ્યારે 2185 રન ફટકાર્યા હતા. બ્રેન્ડન મેક્કુલમ પછી ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ સાઉથીના નામે છે. તેણે પોતાની ટેસ્ટ કરિયરમાં કુલ 93 સિક્સર ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ટિમ સાઉથીના નામે છે. તેણે તમામ ફોર્મેટ સહિત કુલ 770 વિકેટ લીધી છે. જ્યારે ડેનિયલ વિટોરીના નામે 696 વિકેટ છે, જે આ મામલે બીજા ક્રમે છે. આ સિવાય અત્યાર સુધી માત્ર સાઉદી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 ટેસ્ટ વિકેટ, 200 વિકેટ અને 100 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો છે.
ભારત સામે ઐતિહાસિક જીત અપાવી
ટિમ સાઉથીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં 55 વિકેટ ઝડપી છે. ભારત સામે સૌથી વધુ વિકેટ લેનારો તે ન્યૂઝીલેન્ડ તરફથી બીજો બોલર છે. સર રિચર્ડ હેડલીએ ભારત સામે 65 વિકેટ લીધી હતી. સાઉદીએ પણ તાજેતરમાં 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બેંગલુરુ ટેસ્ટમાં 65 રનની ઇનિંગ રમ્યા બાદ રચિન રવિન્દ્ર સાથે 137 રનની ભાગીદારી કરી હતી.
ઈંગ્લેન્ડ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમ
ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, મિશેલ સેન્ટનર, ડેરીલ મિશેલ, વિલ ઓ'રર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમ્સન અને વિલ યંગની પસંદગી કરવામાં આવી છે.




















