IPL 2024: આ 5 ખેલાડી જેમણે આઈપીએલમાં પકડ્યા છે સૌથી વધુ કેચ, નંબર વન પર છે દિગ્ગજ ખેલાડી
IPL 2024: આઈપીએલ 2024 દરમિયાન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ મેળવી છે. કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સને 5 આઈપીએલ ટાઈટલ અપાવનાર રોહિતે લીગમાં 100 કેચ પૂરા કર્યા છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
IPL 2024: આઈપીએલ 2024 દરમિયાન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ મેળવી છે. કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સને 5 આઈપીએલ ટાઈટલ અપાવનાર રોહિતે લીગમાં 100 કેચ પૂરા કર્યા છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. IPLમાં 100 કે તેથી વધુ કેચ લેનારો રોહિત ચોથો ફિલ્ડર છે. આજે આ અવસર પર અમે તમને IPLમાં સૌથી વધુ કેચ પકડનારા ટોપ-5 ફિલ્ડર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શિખર ધવન- 98 કેચ
IPLમાં સૌથી વધુ કેચ ઝડપનારા ફિલ્ડરોની યાદીમાં શિખર ધવન 5માં નંબર પર છે. દિલ્હી માટે ડેબ્યૂ કરનાર ધવન મુંબઈ, હૈદરાબાદ અને પંજાબનો પણ ભાગ રહ્યો છે. તેણે 221 મેચમાં 98 કેચ પકડ્યા છે. તેની પાસે આ સિઝનમાં 100 કેચ પૂરા કરવાની તક પણ છે.
રોહિત શર્મા- 100 કેચ
રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઝે રિચર્ડસનનો કેચ પકડ્યો હતો. આ લીગમાં રોહિતની 247મી મેચ હતી. ભારતીય કેપ્ટને IPLમાં ડેક્કન ચાર્જર્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તે 2011થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. રોહિતની કેચ એવરેજ પ્રતિ મેચ 0.040 છે.
કિરોન પોલાર્ડ- 103 કેચ
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. તેણે આઈપીએલમાં ઘણા કેચ પકડ્યા છે. 189 મેચ રમનાર પોલાર્ડે 103 કેચ પકડ્યા છે. તેણે 2022ની સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
સુરેશ રૈના- 109 કેચ
મિસ્ટર IPL સુરેશ રૈના લીગમાં 100 કેચ લેનાર પ્રથમ ફિલ્ડર હતો. 2021માં પોતાની છેલ્લી મેચ રમનાર સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તે ગુજરાત લાયન્સનો પણ ભાગ રહી ચુક્યો છે. રૈનાએ માત્ર 205 મેચમાં 109 કેચ પકડ્યા હતા.
વિરાટ કોહલી- 110 કેચ
વિરાટ કોહલીએ આ સિઝનમાં કેચ પકડવાના મામલે સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. પરંતુ વિરાટે તેના કરતા 37 વધુ મેચ રમી છે. વિરાટ કોહલીએ 242 મેચમાં 110 કેચ પકડ્યા છે. વિરાટે 2008માં RCB માટે ડેબ્યૂ કર્યું હતું અને હજુ પણ તે જ ટીમનો ભાગ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
આ પણ વાંચો...
IPL 2024: આ 5 ટીમોનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ, જાણો કઈ ટીમો વચ્ચે છે ટોપ-4ની જંગ
IPL 2024: સૌથી આગળ નિકળ્યો કેએલ રાહુલ, લખનઉ માટે આવુ કરનાર પ્રથમ બેટ્સમેન