U19 World Cup: ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024 માં જીત સાથે શરુઆત કરી, બાંગ્લાદેશને 84 રને આપી મ્હાત
અંડર-19 વર્લ્ડ કપ 2024માં, ભારતીય ટીમ (IND U19 vs BAN U19) એ તેના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. 20 જાન્યુઆરી, શનિવારે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ભારતનો 84 રને વિજય થયો હતો.
અંડર-19 વર્લ્ડ કપ 2024માં, ભારતીય ટીમ (IND U19 vs BAN U19) એ તેના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. 20 જાન્યુઆરી, શનિવારે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ભારતનો 84 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટના નુકસાને 251 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતના 252 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશે સારી શરૂઆત કરી હતી. આશિકુર રહેમાન શિબલી અને ઝિશાન આલમે પ્રથમ વિકેટ માટે 38 રન જોડ્યા હતા. શિબલીને સૌમ્યા પાંડેએ આઉટ કર્યો હતો. તે 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજ લિંબાણીએ 14ના સ્કોર પર ઝિશાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ચૌધરી મોહમ્મદ રિઝવાન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને સૌમ્યા પાંડેનો શિકાર બન્યો હતો.
અરિફુલ ઈસ્લામ (41) અને મોહમ્મદ શિહાબ જેમ્સ (54) વચ્ચે 118 બોલમાં 77 રનની ભાગીદારી થઈ હતી. મુશીર ખાને ઈસ્લામ અને શિહાબ જેમ્સને આઉટ કરીને ભારતની જીત આસાન બનાવી હતી. આ બંનેના આઉટ થયા બાદ કોઈ બાંગ્લાદેશી બેટ્સમેન લાંબા સમય સુધી પીચ પર ટકી શક્યો નહોતો. ભારત તરફથી સૌમ્યા પાંડેએ 9.5 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મુશીર ખાને 2 વિકેટ લીધી હતી.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ભારતને પહેલો ફટકો 17ના સ્કોર પર લાગ્યો હતો. 31નો સ્કોર પહોંચ્યો ત્યાં સુધીમાં ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ઉદય સહારન (64) અને અર્શિન કુલકર્ણી (76) વચ્ચે 144 બોલમાં 116 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.
પ્રિયાંશુ અને અરવેલી અવનીશે 23-23 રનનું યોગદાન આપ્યું હતું. સચિન દાસની 26 રનની અણનમ ઇનિંગે ટીમના સ્કોરને 250ની પાર પહોંચાડી દીધી હતી. બાંગ્લાદેશ માટે મારૂફ મૃધાએ 8 ઓવરમાં 43 રન આપીને 5 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારત તરફથી આદર્શ સિંહે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. કેપ્ટન ઉદય સહારને 64 રનનું યોગદાન આપ્યું હતું. સચિન ધસે 26 રન અને પ્રિયાંશુ-અવિનીશે 23-23 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મારૂફ મૃધાએ પાંચ વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાન અને રહેમાન રેડ્ડીને એક-એક વિકેટ મળી હતી.