Champions League: યુક્રેન પર હુમલાના કારણે રશિયામાં નહી રમાય ચેમ્પિયન્સ લીગની ફાઇનલ
UEFA તરફથી જાણકારી આપવામાં આવી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે વર્તમાન સ્થિતિને જોતા UEFA પ્રેસિડન્ટે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે UEFA ચેમ્પિયન લીગ રશિયામાં રમાશે નહીં. UEFA ચેમ્પિયન્સ લીગની ફાઇનલ અન્ય સ્થળે શિફ્ટ કરાશે. વાસ્તવમાં UEFA ચેમ્પિયન્સ લીગની ફાઇનલ રશિયાના પીટર્સબર્ગમાં રમાવાની હતી પરંતુ હવે તેને અન્ય સ્થળે રમાડવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. UEFAએ મહત્વની બેઠક બોલાવી હતી ત્યારબાદ નિર્ણય લેવાયો હતો કે ચેમ્પિયન્સ લીગની ફાઇનલનું આયોજન અન્ય સ્થળે કરાશે.
Official. Uefa have moved the Champions League final from Saint Petersburg to Paris. 🏆🇫🇷 #UCL
— Fabrizio Romano (@FabrizioRomano) February 25, 2022
🏟 Stade de France, May 28, h21. pic.twitter.com/Rz6pst9sgr
UEFA તરફથી જાણકારી આપવામાં આવી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે વર્તમાન સ્થિતિને જોતા UEFA પ્રેસિડન્ટે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. નોંધનીય છે રશિયાના રાષ્ટ્રપતિ દ્ધારા યુદ્ધની જાહેરાત બાદ જ ફૂટબોલ જગતના લોકો ચિંતિત બન્યા હતા. અનેક દેશોએ ચેમ્પિયન્સ લીગની ફાઇનલને રશિયાના બદલે અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી હતી.
The 2021/22 UEFA Men’s Champions League final will move from Saint Petersburg to Stade de France in Saint-Denis.
— UEFA (@UEFA) February 25, 2022
The game will be played as initially scheduled on Saturday 28 May at 21:00 CET.
Full statement: ⬇️
ચેમ્પિયન્સ લીગની ફાઇલ મે 2022માં રશિયાના સેન્ટ પિટર્સબર્ગ મેદાનમાં રમાવાની હતી. ફક્ત ચેમ્પિયન્સ લીગની ફાઇનલ જ નહી પરંતુ માર્ચમાં રશિયા અને પોલેન્ડ વચ્ચે ફૂટબોલ મેચ રમાવાની છે. જ્યારે સ્કોટલેન્ડ અને યુક્રેન વચ્ચે ફૂટબોલ મેચ પણ છે. આ તમામ મેચ રદ કરવામાં આવી શકે છે.
UEFAએ શુક્રવારે ફાઇનલ મેચની યજમાની ફ્રાન્સની રાજધાની પેરિસને સોંપી હતી. અગાઉ એવી અટકળો વહેતી થઇ હતી કે ફાઇનલ મેચ લંડનમાં રમાઇ શકે છે પરંતુ એવું થયું નહીં. રશિયા પાસેથી સતત બીજા વર્ષે ફાઇનલની યજમાની છીનવી લેવામાં આવી છે. ગયા વર્ષ કોરોના મહામારીના કારણે છીનવી લેવામાં આવી હતી.
યુઇએફએએ એક નિવેદનમાં કહ્યું કે યુઇએફએએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને તેમના વ્યક્તિગત સમર્થન માટે આભાર માને છે. તેમણે સંકટના સમયમાં યુરોપિયન ક્લબ ફૂટબોલના સૌથી પ્રતિષ્ઠિત ટુનામેન્ટને ફ્રાન્સમાં યજમાની કરવાની પ્રતિબદ્દતા વ્યક્ત કરી છે. યુઇએફએ તેમની પ્રશંસા કરે છે.
રશિયાના મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં યુરોપિયન ચેમ્પિયનશીપની કેટલીક મેચો પહેલાથી જ યોજાઈ ચૂકી છે. 2018માં ત્યાં ફિફા વર્લ્ડ કપની ઘણી મેચો રમાઈ હતી. ફિફાએ FIFA વર્લ્ડ કપ 2022 માટે માર્ચમાં યોજાનાર ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે નવો ઓર્ડર પણ જાહેર કર્યો છે. રશિયા હવે પોલેન્ડ સામે તટસ્થ મેદાન પર પ્લેઓફ મેચની યજમાની કરશે.