(Source: ECI/ABP News/ABP Majha)
Duleep Trophy 2024: ટીમ ઈન્ડિયાને મળશે નવો ધોની? ઝીરો પર આઉટ થવા છતા ધ્રુવ જુરેલની કેમ થઈ રહી છે વાહવાહી
Duleep Trophy 2024 Dhruv Jurel: ધ્રુવ જુરેલે દુલીપ ટ્રોફીની એક મેચમાં કમાલ કરી છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
Duleep Trophy 2024 Dhruv Jurel: દુલીપ ટ્રોફી 2024ની પ્રથમ મેચ ઈન્ડિયા A અને ઈન્ડિયા B વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ધ્રુવ જુરેલ ઈન્ડિયા A તરફથી રમી રહ્યો છે. તે પ્રથમ દાવમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તે બીજા દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ તેમ છતાં તેના વખાણ થઈ રહ્યા છે. તેનું કારણ અદભૂત વિકેટકીપિંગ છે. ધ્રુવ જુરેલે આ મેચમાં શાનદાર વિકેટકીપિંગ કર્યું છે. તેણે પૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
I.C.Y.M.I
Dhruv Jurel pulled off another stunner to dismiss the last innings centurion Musheer Khan 👌👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/6w5THkZElW — BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
વાસ્તવમાં, ધ્રુવ જુરેલ દુલીપ ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ ઝડપનાર વિકેટકીપર બની ગયો છે. આ મામલે તેણે ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીએ 2004-05માં ઈસ્ટ ઝોન તરફથી રમતા એક ઇનિંગમાં 7 કેચ લીધા હતા. હવે જુરેલે 7 કેચ પણ લીધા છે. સુનીલ બેન્જામિન આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેણે 1973-74 સિઝનમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમતા 6 કેચ લીધા હતા. ધોનીએ બેન્જામિનનો રેકોર્ડ તોડ્યો હતો. હવે જુરેલે તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી રમાશે. જુરેલને આ શ્રેણી માટે તક આપવામાં આવી શકે છે. માત્ર 23 વર્ષના જુરેલે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. પરંતુ હજુ સુધી તેને વધુ મેચોમાં રમવાની તક મળી નથી. જુરેલે ભારત માટે 4 ટેસ્ટ ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે રમીને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જુરેલે ભારત માટે 2 T20 મેચ પણ રમી છે.
#DhruvJurel
— TheCricketRant (@TheCricketRant) September 7, 2024
5 dismissals in the match already for #Jurel
Some remarkable catches in the second innings as well.
He is proving to be a much better wicket keeper than fraud Sanju Samson, and able back up as second choice wicket keeper to Rishabh Pant pic.twitter.com/pAbW5b2pNg
ધ્રુવ જુરેલની શાનદાર વિકેટકીપિંગને કારણે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે. એક્સ પરના એક યુઝરે ધ્રુવને રિષભ પંત અને સંજુ સેમસન કરતા સારો ગણાવ્યો હતો.
આ પણ વાંચો...