શોધખોળ કરો
કોરોનાથી ગભરાયેલા કોહલીએ એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલા ફેનને ઘસીને ના પાડી દીધી, વીડિયો વાયરલ
ભારતમાં અત્યાર સુધી 173 લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે, આમાં 25 વિદેશી નાગરિકો પણ સામેલ છે, અને ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે
![કોરોનાથી ગભરાયેલા કોહલીએ એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલા ફેનને ઘસીને ના પાડી દીધી, વીડિયો વાયરલ virat kohli avoided to fan for selfie due to coronavirus કોરોનાથી ગભરાયેલા કોહલીએ એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલા ફેનને ઘસીને ના પાડી દીધી, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/20162724/Kohliii-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી હવે વિરાટ કોહલી પણ ડરી ગયો છે, વિરાટે પીએમને જનતા કર્ફ્યૂની અપીલને પણ સાથ સહકાર આપવા લોકોને વિનંતી કરી છે. આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિરાટ પોતાના ફેનને સેલ્ફી લેવાની ચોખ્ખી ના પાડતો દેખાઇ રહ્યો છે. આ કોરોના કારણે બન્યુ છે.
હાલમાં સોશ્યલ મીડિયામાં કેપ્ટન કોહલીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં વિરાટ કોહલીએ એરપોર્ટ પર એક ફેનને સેલ્ફી લેવાની ના પાડી દે છે. વીડિયોમાં વિરાટે મોઢા પર માસ્ક પહેર્યુ છે અને હાથમાં બેગ લઇને એરપોર્ટ પરથી નીકળી રહ્યો છે, આ દરમિયાન એક લેડી ફેન આવીને વિરાટને સેલ્ફી લેવાનુ કહે છે, ત્યારે વિરાટ તેને રિસ્પૉન્સ આપ્યા વિના ના બોલીને નજરઅંદાજ કરી દે છે. ફેન નિરાશ થઇને પાછી જતી રહે છે.
Created with GIMP
ખાસ વાત છે કે હાલ દેશભરમાં કોરનાના કહેરને લઇને વિરાટે ફેનને ના પાડી દીધી હતી. આમ તો વિરાટ હંમેશા ફેન સાથે સેલ્ફી લેતો અને ઓટોગ્રાફ આપવાનો મોકો ચૂકતો નથી.
ભારતમાં વધ્યો કોરોનાના કહેર....
ભારતમાં અત્યાર સુધી 173 લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે, આમાં 25 વિદેશી નાગરિકો પણ સામેલ છે, અને ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં 173માંથી 20 લોકો સારવાર બાદ ઠીક થઇ ગયા છે અને હૉસ્પીટલમાંથી રજા આપી દેવાઇ છે, અને 149 કેસ એક્ટિવ છે.
દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો મહારાષ્ટ્રમાં છે, અહીં 47 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. વળી કેરાલામાં 27 લોકોમાં કોરોના વાયરસ ફેલાયો છે. બાદમાં કર્ણાટકામાં 14, દિલ્હીમાં 12, ઉત્તરપ્રદેશમાં 16, લદ્દાખમાં 8, જમ્મુ-કાશ્મીર 4, હરિયાણામાં 3 અને પંજાબમાં 2 કેસો સામે આવ્યા છે.
![કોરોનાથી ગભરાયેલા કોહલીએ એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલા ફેનને ઘસીને ના પાડી દીધી, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/19153313/Corona-v-21-300x225.jpg)
![કોરોનાથી ગભરાયેલા કોહલીએ એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલા ફેનને ઘસીને ના પાડી દીધી, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/20141555/Kohliii-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)