Virat Kohli : સુપર ફિટ વિરાટ કોહલીએ હવામાં કૂદકો મારી રોકી સિક્સ, જુઓ અદભૂત ફિલ્ડિંગનો VIDEO
Virat Kohli: ભારત અને અફઘાનિસ્તાનની ટી-20 શ્રેણીની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી
Virat Kohli: ભારત અને અફઘાનિસ્તાનની ટી-20 શ્રેણીની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. મેચમાં ઘણા એવા ટ્વિસ્ટ આવ્યા જેણે દર્શકોના રોમાંચમાં વધારો કર્યો હતો. મેચની 17મી ઓવર ઘણી યાદગાર રહી હતી. આ ઓવરમાં વિરાટ કોહલીએ કૂદકો મારીને બાઉન્ડ્રીની બહાર જતા બોલને રોક્યો હતો જે ભારતની જીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
Excellent effort near the ropes!
— BCCI (@BCCI) January 17, 2024
How's that for a save from Virat Kohli 👌👌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4
આ ઘટના 17મી ઓવરમાં બની હતી ત્યારે અફઘાનિસ્તાનને 20 બોલમાં 48 રનની જરૂર છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓ ગુલબદ્દીન નઇબ અને કરીમ જનત ક્રિઝ પર હતા. વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો. તેની ઓવરમાં કરીમે જોરદાર શોર્ટ માર્યો હતો. બધાને એવું જ લાગતુ હતું કે આ સિક્સ જશે પરંતુ કોહલીએ હવામાં કૂદકો મારીને બોલને રોક્યો હતો અને ટીમના પાંચ રન બચાવ્યા હતા.કોહલીની ફિટનેસ જોઇ દર્શકોએ તેની પ્રશંસા કરી હતી.
દર્શકે કહ્યું- વિરાટની ફિલ્ડિંગ પણ શાનદાર છે
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ જોવા માટે દિલ્હીથી આવેલા હિતેશે કહ્યું કે તે ક્ષણ અમારા માટે યાદગાર હતી. ભારત માટે દરેક રન મહત્વપૂર્ણ હતા, આવી સ્થિતિમાં સિક્સર ભારત માટે મુશ્કેલ બની શકે છે. બધા દર્શકો ચિંતામાં હતા. વિરાટે જે રીતે બોલને રોક્યો તે જોઈને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વિરાટે ફરી એકવાર સાબિત કર્યું કે બેટિંગની સાથે તેની ફિલ્ડિંગ પણ શાનદાર છે. તે ખરા અર્થમાં 'ગોટ' છે.
સોશિયલ મીડિયા પર કોહલીની ફિલ્ડિંગની પ્રશંસા
સોશિયલ મીડિયા પર પણ વિરાટની આ શાનદાર ફિલ્ડિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું કે વિરાટ કોહલી હંમેશા મને સારું કરવા માટે પ્રેરિત કરે છે. સોશિયલ મીડિયા પર વિરાટની ફિટનેસને લઈને ચર્ચાઓ પણ વધી છે.