શોધખોળ કરો
Advertisement
ધોનીની ટીમને હરાવ્યા બાદ ખુશ થયેલા કોહલીએ આઇપીએલ માટે કરી દીધો આ મોટો દાવો, જાણો વિગતે
કોહલી આ મેચમાં પોતાની અણનમ 90 રનની ઇનિંગના કારણે મેન ઓફ ધ મેચ સિલેક્ટ થયો હતો. તેની બેટિંગના સહારે બેગ્લૉરની ટીમ 170 રનના સ્કૉર સુધી પહોંચી શકી હતી. જવાબમાં સીએસકે 20 ઓવરમાં માત્ર 132 રન જ બનાવી શકી હતી
નવી દિલ્હીઃ આઇપીએલમાં વિરાટ કોહલીની આરસીબી સારુ પ્રદર્શન કરી રહી છે. શનિવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચમાં શાનદાર જીત બાદ કોહલી આનંદમાં આવી ગયો છે. ધોનીની આગેવાની વાળી સીએસકેને આરસીબીએ 37 રનોથી હરાવ્યા બાદ કોહલીએ આ જીતને એક પરફેક્ટ ટીમ પરફોર્મન્સ ગણાવી દીધુ છે.
કોહલી આ મેચમાં પોતાની અણનમ 90 રનની ઇનિંગના કારણે મેન ઓફ ધ મેચ સિલેક્ટ થયો હતો. તેની બેટિંગના સહારે બેગ્લૉરની ટીમ 170 રનના સ્કૉર સુધી પહોંચી શકી હતી. જવાબમાં સીએસકે 20 ઓવરમાં માત્ર 132 રન જ બનાવી શકી હતી.
જીત બાદ કોહલીએ કહ્યું- આ અમારા સંપૂર્ણ પ્રદર્શનમાનુ એક છે, પહેલા બેટિંગ કરવા ઇચ્છતા હતા, પરંતુ થોડી મુશ્કેલ સ્થિતિમાં ફસાઇ ગયા, અમે વાત કરી હતી કે 150 રનનો સ્કૉર સારો રહેશે.
કોહલીએ કહ્યું- હું શરૂઆતની મેચોમાં પર મારી જાત પર વધુ દબાણ નાંખી રહ્યો હતો, જો હું એક ખેલાડી તરીકે ટીમમાં યોગદાન નથી આપી શકતો તો તેની ટીમને વધુ જરૂર પડે છે. સુપર ઓવર વાળી મેચે મને બદલ્યો, ત્યા મારે પ્રદર્શન કરવાનુ હતુ નહીં તો અમે હારી જતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement