શોધખોળ કરો
બેંગ્લૉરને હાર મળવા છતાં ક્વૉલિફાઇ થવા અંગે કેપ્ટન કોહલીએ શું કહ્યું, જાણો વિગતે
ક્વૉલિફાઇ થવા પર કેપ્ટન કોહલીએ કહ્યું કે અમે આખી ટૂર્નામેન્ટમાં સારી ક્રિકેટ રમ્યા છીએ. બેંગ્લૉરે દિલ્હીને જીત માટે 153 રનોનુ લક્ષ્ય આપ્યુ હતુ, જેને દિલ્હીએ 19 ઓવરોમાં હાંસલ કરી લીધુ હતુ.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાની વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે સોમવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કર્યો, પરંતુ તેમને એક મોટો ફાયદો થયો છે. હાર છતાં આઇપીએલ 13ના પ્લેઓફમાં ક્વૉલિફાઇ થવામાં સફળ રહી છે. ક્વૉલિફાઇ થવા પર કેપ્ટન કોહલીએ કહ્યું કે અમે આખી ટૂર્નામેન્ટમાં સારી ક્રિકેટ રમ્યા છીએ. બેંગ્લૉરે દિલ્હીને જીત માટે 153 રનોનુ લક્ષ્ય આપ્યુ હતુ, જેને દિલ્હીએ 19 ઓવરોમાં હાંસલ કરી લીધુ હતુ.
હાર છતાં ક્વૉલિફાઇ થવા અંગે કોહલીએ કહ્યું- આ મિશ્રિત ભાવાના છે, તમે મેદાન પર આવો છો, અને કોશિશ કરો છો કે પરિણામ આપણા પક્ષમાં આવે. કદાચ 11મી ઓવર સુધી 17.3 ઓવરોના આંકડા વિશે ટીમ મેનેજમેન્ટ અમને જણાવી દીધુ હતુ. મેચ અમારા હાથમાંથી જઇ રહી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં અમે કન્ટ્રૉલમાં લઇ લીધી. કોહલીએ કહ્યું- મને લાગે છે કે અમે ટૂર્નામેન્ટમાં ક્વૉલિફાઇ કરવા માટે શાનદાર ક્રિકેટ રમી. ફાઇનલ પહેલા અમારી પાસે બે મેચ બીજી છે.
આ જીતથી દિલ્હી કેપિટલ્સની ટીમના 14 મેચોમાં 16 પૉઇન્ટ થઇ ગયા છે. વળી, સતત ચાર મેચો હારવા છતાં બેંગ્લૉરની ટીમે 17.3 ઓવરો સુધી જીતથી રોકીને 14 પૉઇન્ટની સાથે પ્લેઓફમાં પહોંચી. આ સાથે જ બેંગ્લૉરે કોલકત્તાને નેટ રનરેટના મામલે પછાડી દીધી છે. કેકેઆરના પણ 14 પૉઇન્ટ છે. પરંતુ રનરેટ ઓછી છે.
હવે ચોથી ટીમ માટે મંગળવારે ફેંસલો થવાનો છે, મંગળવારે મુંબઇ સામે હૈદરાબાદની ટક્કર છે, જો હૈદરાબાદ જીતશે તો ક્વૉલિફાઇ થશે, અને હારશે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ જગ્યા પાક્કી કરી લેશે.
ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement