(Source: ECI/ABP News/ABP Majha)
WCL 2024: ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર સેમિફાઇનલમાં ટકરાશે, જાણો ક્યારે શરૂ થશે મેચ?
સેમિફાઇનલ પહેલા ઇન્ડિયા ચેમ્પિયન્સનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સે પ્રથમ મેચ હાર્યા બાદ સતત 4 મેચ જીતીને જોરદાર વાપસી કરી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમિફાઇનલ મેચ શુક્રવારે (12 જુલાઈ) રમાશે. આ મેચ ઈંગ્લેન્ડના નોર્થમ્પટનના કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ઈન્ડિયા ચેમ્પિયન્સ ટીમની કેપ્ટનશીપ યુવરાજ સિંહ કરશે. યુવીની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ 2 મેચ જીતી હતી. સેમિફાઇનલ પહેલા ઇન્ડિયા ચેમ્પિયન્સનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સે પ્રથમ મેચ હાર્યા બાદ સતત 4 મેચ જીતીને જોરદાર વાપસી કરી હતી. આ ટૂર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ રમી રહ્યા છે. તેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ઇન્ડિયા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વચ્ચેની સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યાથી રમાશે. શુક્રવારે પ્રથમ સેમિફાઇનલ પાકિસ્તાન ચેમ્પિયન્સ અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:00 વાગ્યાથી રમાશે. બંને સેમિફાઇનલ એક જ સ્થળે રમાશે.
ઈન્ડિયા ચેમ્પિયન્સ ટીમમાં યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, યુસુફ પઠાણ અને આરપી સિંહ જેવા મજબૂત ખેલાડીઓ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટીમમાં ટિમ પેઈન, શોન માર્શ ઉપરાંત બ્રેટ લી જેવા ખતરનાક ઝડપી બોલર છે. ડેન ક્રિશ્ચિયન, એરોન ફિન્ચ અને બ્રેડ હેડિન જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
સેમિફાઇનલ પહેલા સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે ઇન્ડિયા ચેમ્પિયન્સે 15મી લીગ મેચમાં મોટા અંતરથી હરાવ્યું હતું. ઈન્ડિયા ચેમ્પિયન ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહીને સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા 8 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહીને અંતિમ 4માં પ્રવેશી હતી.
ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમ તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 54 રને હારી ગઈ છે. પરંતુ ટીમે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. હવે સેમિફાઈનલમાં એક તરફ વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે થશે તો બીજી તરફ ઇન્ડિયા ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે ટકરાશે. આ બંને મેચ 12 જુલાઈના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે રમાશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ અને ઈન્ડિયા ચેમ્પિયન્સ વચ્ચેની મેચ લગભગ 9 વાગ્યે શરૂ થશે. જે ટીમો સેમી ફાઈનલ મેચ જીતશે તે સીધી ફાઈનલમાં જશે અને ફાઈનલ 13 જુલાઈના રોજ રમાશે.