Road Safety World Series 2022 Live: રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ (Road Safety World Series)માં આજે ઇન્ડિયા લીજેન્ડ્સ (India Legends) પોતાની બીજી મેચ રમશે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આ ટીમની સામે વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ્સ (West Indies Legends) ટકરાશે. બન્ને ટીમો આ સિઝનમાં પોત પોતાની પહેલી મેચ જીતી ચૂકી છે. ઇન્ડિયા લીજેન્ડ્સે દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સને 61 રને હરાવ્યુ હતુ, તો વેસ્ટ ઇન્ડિઝે લીજેન્ડ્સે બાંગ્લાદેશ લીજેન્ડ્સને માત આપી હતી. 


ઇન્ડિયા લીજેન્ડ્સની કમાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના હાથમાં છે, ગઇ સિઝનમાં પણ સચિન ભારતનો કેપ્ટન રહ્યો હતો. સચિનની કેપ્ટનશીપમાં ભારતીય લીજેન્ડ્સે પહેલી સિઝન જીતી હતી. ઇન્ડિયા લીજેન્ડ્સમાં સચીનની સાથે યુવરાજ સિંહ, સુરેશ રૈના અને ઇરફાન પઠાણ જેવા સ્ટાર પણ એક્શનમાં દેખાશે. વળી, સામે વિન્ડિઝ લીજેન્ડ્સની કેપ્ટનશીપ બ્રાયન લારાના હાથોમાં છે, આ ટીમમાં પણ સુલેમાન બેન, ડેરેન પૉવેલ, અને ડ્વેન સ્મિથ જેવા પૂર્વ સ્ટાર ખેલાડી રમતા દેખાશે.


ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે આ મેચ ?
રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની આ છઠ્ઠી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આજે (14 સપ્ટેમ્બર) સાંજે 7.30 વાગ્યાથી જોઇ શકાશે. આ મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ-18 ચેનલ પર કરવામાં આવશે. આની સાથે જ આ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Voot એપ પર પણ જોઇ શકાશે. 


ઇન્ડિયા લીજેન્ડ્સની ટીમ - 
સચીન તેંદુલકર (કેપ્ટન), સુરેશ રૈના, યુવરાજ સિંહ, ઇરાફાન પઠાણ, યુસુફ પઠાણ, હરભજન સિંહ, મુનાફ પટેલ, સુબ્રમણ્યમ બદ્રીનાથ, સ્ટુઅર્ટ બિન્ની, નમન ઓઝા, મનપ્રીત ગોની, પ્રજ્ઞાન ઓઝા, વિનય કુમાર, અભિમન્યુ મિથુન, રાજેશ પંવાર, રાહુલ શર્મા. 


 


આ પણ વાંચો......... 


ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા


Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા


T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત


Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર


T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો


Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો