RCBને હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવાની મુંબઇ ઇન્ડિયન્સ પાસે તક
Women's Premier League 2025: સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે

WPL 2025 Points Table Update: આજે મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 2 મેચમાં 4 પોઈન્ટ છે. અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સને હરાવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટોચ પર યથાવત
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પછી દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ પાસે 3 મેચમાં 4 પોઈન્ટ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ પાસે 4-4 પોઇન્ટ સમાન છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો નેટ રન રેટ વધુ સારો છે. દિલ્હી કેપિટલ્સે પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. જ્યારે તેમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો જ્યારે તેમણે યુપી વોરિયર્સ સામે જીત નોંધાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ પછી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો ક્યાં છે?
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સના 2 મેચમાં 2 પોઈન્ટ છે. પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો, પરંતુ આ પછી બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે જીત મેળવી હતી. આ ટીમો પછી ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સના 3 મેચમાં 2 પોઈન્ટ છે. ગુજરાત જાયન્ટ્સને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યુપી વોરિયર્સ સામે જીત નોંધાવવામાં સફળ રહી હતી. યુપી વોરિયર્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આ સીઝનમાં અત્યાર સુધી યુપી વોરિયર્સે 2 મેચ રમી છે પરંતુ બંને વખત હારનો સામનો કરવો પડ્યો છે.

