ઝહીરખાને ભારતના ક્યા ક્રિકેટરને ઈંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝની જીતનો સાયલન્ટ હીરો ગણાવ્યો ? શું છે કારણ ?
જ્યારથી ઓસ્ટ્રેલિયાની સીરિઝ થઈ, મેં આ ખેલાડીના વિચાર અને શારીરિક ભાષામાં ઘણાં ફેરફાર જોયા છે.
નવી દિલ્હીઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે. આ સીરિઝમાં શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી અને અંતિમ બન્ને મેચમાં તેની બોલિંગ મહત્ત્વની સાબિત થઈ હતી. પૂર્વ ભારતીય બોલર ઝહીર ખાને શાર્દુલને આ સીરિઝનો સાઈલન્ટ હીરો ગણાવ્યો છે. તેમનું માનવું છે કે, આ ખેલાડીનું પ્રદર્શન ટોચના ખેલાડીઓથી જરાય ઓછું ન હતું.
એક ક્રિકેટ વેબસાઈટ સાથુ વાત કરતાં ઝહીરે કહ્યું , શાર્દુલ ઠાકુર પર જો તમે ધ્યાન આપ્યું હોય તો આ ભારતીય ટીમમાં અનેક મોટા નામ છે તેમ છકાં આ ખેલાડીએ પોતાનું કામ ચુપચાપ રીતે કર્યું છે. તે આ સીરિઝનો શાંત હીરો છે. તેના આંકડા એટલા જ સારા છે જેટલા ટીમના ટોચના ખેલાડીઓના છે.
અંતિમ બન્ને ટી20 મેચમાં શાર્દુલે પોતાની બોલિંગથી મેચનાં પરિવર્તન લાવ્યું હતું. ચેથી મેચમાં એક જ ઓવરમાં સતત બે વિકેટ લીધી ત્યાર બાદ ઇંગ્લેન્ડની ટીમ એકદમ મેચમાં પાછળ થઈ ગઈ. નિર્ણાયક મેચમાં પણ શાર્દુલે કંઇક આવું જ પ્રદર્શન કર્યું. પોતાના બીજા સ્પેલમાં તેણે બે વિકેટ લીધી અને મેચની બાજી પલટી નાખી હતી.
જ્યારથી ઓસ્ટ્રેલિયાની સીરિઝ થઈ, મેં આ ખેલાડીના વિચાર અને શારીરિક ભાષામાં ઘણાં ફેરફાર જોયા છે. ત્યાં સુધી કે જો તમે તેને ફીલ્ડ પર ધ્યાનથી જોયો હશે તો તેનામાં આત્મવિશ્વાસ છલકાય છે. જ્યારે તમે ઘણાં લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમો છો તો ખેલાડીઓને સામાન્ય રીતે રમત સમજતા સમય લાગે છે, ત્યાર બાદ કારકિર્બી લાંબી હોય છે. પરંતુ ઠાકુર પહેલાથી જ એ સ્થિતિમાં છે જ્યાં તેને ખબર છે કે તેના માટે શું સર્વશ્રેષ્ઠ છે. તેને શું કરવાનું છે અને શું કરવાથી બચવાનું છે.