IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
will mustafizur get ipl salary: સામાન્ય રીતે જ્યારે કોઈ ફ્રેન્ચાઇઝી હરાજી (Auction) માં ખેલાડીને ખરીદે છે, ત્યારે તે રકમ તેમના પર્સમાંથી કપાઈ જાય છે.

will mustafizur get ipl salary: IPL 2026 ની સિઝન શરૂ થાય તે પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી છૂટો કરી દીધો છે. હરાજીમાં તેને 9.20 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદવામાં આવ્યો હતો. હવે ક્રિકેટ ચાહકોમાં મોટો પ્રશ્ન એ છે કે શું રમાડ્યા વગર પણ ટીમે તેને આ રકમ ચૂકવવી પડશે? આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને લીગના નિયમો શું કહે છે તે જાણવું રસપ્રદ છે.
શું KKR એ 9.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે?
સામાન્ય રીતે જ્યારે કોઈ ફ્રેન્ચાઇઝી હરાજી (Auction) માં ખેલાડીને ખરીદે છે, ત્યારે તે રકમ તેમના પર્સમાંથી કપાઈ જાય છે. પરંતુ મુસ્તફિઝુરનો કેસ સામાન્ય નથી. તે કોઈ ઈજા (Injury) ના કારણે બહાર થયો નથી. આઈપીએલના નિયમો સ્પષ્ટ છે કે આવી પરિસ્થિતિમાં KKR એ બાંગ્લાદેશી ખેલાડીને એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. ફ્રેન્ચાઇઝીના પર્સમાં આ રકમ પરત જમા થશે.
જાણો શું છે 'ફોર્સ મેજ્યુર' (Force Majeure) નિયમ?
આઈપીએલના કરારમાં 'ફોર્સ મેજ્યુર' નામની એક કલમ હોય છે. આ નિયમ મુજબ, જો BCCI ક્રિકેટ સિવાયના અન્ય અનિવાર્ય કારણોસર (જે ફ્રેન્ચાઇઝી કે ખેલાડીના હાથમાં નથી) કોઈ ખેલાડીને મુક્ત કરવાનો આદેશ આપે, તો ટીમે તે ખેલાડી સાથેનો કરાર પૂરો કરવાની જરૂર રહેતી નથી. આ એક અસાધારણ પરિસ્થિતિ ગણાય છે. તેથી, મુસ્તફિઝુર રહેમાનને હરાજીની રકમ એટલે કે 9.20 કરોડમાંથી કશું જ મળશે નહીં.
BCCI એ શા માટે લીધો આ કડક નિર્ણય?
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બાંગ્લાદેશની વર્તમાન રાજકીય અસ્થિરતા છે. અહેવાલો અનુસાર, ત્યાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બાંગ્લાદેશી ખેલાડીઓને IPL માં ન રમાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે. લોકલાગણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને BCCI એ 3 જાન્યુઆરીએ KKR ને આ નિર્દેશ આપ્યો હતો, જેનું પાલન કરીને ટીમે મુસ્તફિઝુરને રિલીઝ કરી દીધો છે.
નોંધનીય છે કે, મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બરતરફ કર્યા પછી, ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ આમને-સામને આવી ગયા છે. બાંગ્લાદેશે પહેલા 2026 ના T20 વર્લ્ડ કપમાં રમવા માટે ભારત ન જવાની ધમકી આપી હતી, અને હવે તે તેના દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. હકીકતમાં, T-Sports પાસે 2027 સુધી બાંગ્લાદેશમાં IPL પ્રસારણ કરવાના અધિકારો છે.



















