World Cup 2023: ચેન્નઇમાં વરસાદ છતાં રદ્દ નહી થાય મેચ, વર્લ્ડકપ અગાઉ ચેપોક સ્ટેડિયમમાં કરાઇ ખાસ વ્યવસ્થા
World Cup 2023: જો કે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને ખાસ વ્યવસ્થા કરી છે
Chepauk Stadium: વિશ્વ કપ 2023 ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. વાસ્તવમાં ભારતના વિવિધ ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે વર્લ્ડ કપની ઘણી મેચોમાં વરસાદની ભૂમિકા રહી શકે છે. પરંતુ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને વર્લ્ડ કપ મેચો દરમિયાન વરસાદને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ચેન્નઈથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં મેચ રમાવાની છે.
તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને ખાસ વ્યવસ્થા કરી
જો કે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને ખાસ વ્યવસ્થા કરી છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને ચેપોક સ્ટેડિયમમાં 4 નવા સુપર સોપર્સની વ્યવસ્થા કરી છે. જો વર્લ્ડ કપ મેચ દરમિયાન ચેન્નઈમાં વરસાદ પડે છે, તો આ સુપર સોપર્સની મદદથી પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરી શકાય છે અને ટૂંક સમયમાં મેચ શરૂ કરી શકાશે. એવું માનવામાં આવે છે કે ભારત-ઓસ્ટ્રેલિયા મેચના દિવસે ચેન્નઈમાં વરસાદ પડી શકે છે. પરંતુ હવે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને વરસાદનો સામનો કરવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. જો વરસાદ પડે તો આ સુપર સોપર્સની મદદથી મેદાનને જલ્દી જ રમવા યોગ્ય બનાવી શકાય છે.
નોંધનીય છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં મેચ રમાશે. હાલમાં ચેન્નઈ સહિત ભારતના દક્ષિણ ભાગમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદ ભારત-ઓસ્ટ્રેલિયા મેચને અસર કરી શકે છે. આ કારણોસર તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને ચેપોક સ્ટેડિયમમાં 4 નવા સુપર સોપર્સની વ્યવસ્થા કરી છે.
તમે ક્યાં અને કેવી રીતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ લાઈવ જોઈ શકશો?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા વર્લ્ડ કપની તમામ મેચોનું ભારતમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મેચનું ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પલ્સ હોટસ્ટાર પર કરવામાં આવશે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપની તમામ મેચો આ 10 સ્થળો પર યોજાશે
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (અમદાવાદ)
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (હૈદરાબાદ)
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ધરમશાલા)
અરુણ જેટલી સ્ટેડિયમ (દિલ્હી)
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ)
એકના ક્રિકેટ સ્ટેડિયમ (લખનઉ)
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગલુરુ)
વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
ઈડન ગાર્ડન્સ (કોલકાતા).