શોધખોળ કરો

World Cup 2023: ભારતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપ પર સંકટના વાદળ! પાકિસ્તાનનું ગતકડું

PCBના પ્રવક્તાએ ક્રિકેટ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, બોર્ડને મેચના સ્થળોની સાથે ભારતના કોઈપણ પ્રવાસ માટે પાકિસ્તાન સરકારની મંજુરીની જરૂર છે.

World Cup 2023, Pakistan Team:  એક તરફ કરોડો ક્રિકેટ રસિયાઓ ચાતક નજરે વર્લ્ડકપની રાહ જોઈ રહ્યાં છે જ્યારે બીજી બાજુ પાકિસ્તાને તેનો અસલી રંગ બતાવી જ દીધો છે. વન ડે વર્લ્ડકપ 2023 ભારતની યજમાનીમાં રમાવાનો છે. આઈસીસી તરફથી વર્લ્ડકપનો આખો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે આ મેગા ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ પાકિસ્તાન સરકાર તરફથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વર્લ્ડકપમાં ભારત આવવા માટે કંઈપણ ક્લીયર કરવામાં આવ્યું નથી. જેથી કેસ બરાબરનો ફસાઈ શકે છે. 

જો પાકિસ્તાન ભાતરમાં રમવાનો ઈનકાર કરે તો આખા કાર્યક્રમમાં ધરમૂળથી ફેરફાર કરવાની ફરજ પડશે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડકપ જ્યાં રમાવવાનો છે તે સ્થળની તપાસ માટે સુરક્ષા ટીમ મોકલી શકે છે. જો કે, સ્થળ તપાસવા માટે સુરક્ષા ટીમ મોકલવી એ પ્રક્રિયાનો એક ભાગ છે. 

PCBના પ્રવક્તાએ ક્રિકેટ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, બોર્ડને મેચના સ્થળોની સાથે ભારતના કોઈપણ પ્રવાસ માટે પાકિસ્તાન સરકારની મંજુરીની જરૂર છે. અમે માર્ગદર્શન માટે અમારી સરકારના સંપર્કમાં છીએ. જેવું અમને કંઈ જાણવા મળશે કે તુરંત તે બાબતે ઇવેન્ટ ઓથોરિટીને અપડેટ આપવામાં આવશે. પાકિસ્તાનની ટીમ કુલ પાંચ સ્થળોએ રમશે જેમાં અમદાવાદ, ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
 
કેટલીક ટીમો કરે છે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી

કેટલીક ટીમો વર્લ્ડકપ જેવી મોટી અને મહત્વની ઘટનાઓ પહેલા સ્થળની સુરક્ષા તપાસ કરે છે. જણાવી દઈએ કે ભારતમાં રમાયેલા 2016 T20 વર્લ્ડકપમાં ICC દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સામેની મેચ ધર્મશાલાથી કોલકાતા શિફ્ટ કરવામાં આવી હતી.

જાણો વર્લ્ડકપમાં પાકિસ્તાનનું શેડ્યૂલ

6 ઓક્ટોબર - પાકિસ્તાન વિ ક્વોલિફાયર, હૈદરાબાદ

12 ઓક્ટોબર - પાકિસ્તાન વિ ક્વોલિફાયર, હૈદરાબાદ

15 ઓક્ટોબર - પાકિસ્તાન વિ ભારત, અમદાવાદ

ઑક્ટોબર 20 - પાકિસ્તાન વિ ઑસ્ટ્રેલિયા, બેંગલુરુ

23 ઓક્ટોબર – પાકિસ્તાન વિ અફઘાનિસ્તાન, ચેન્નાઈ

ઑક્ટોબર 27 - પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ

21 ઓક્ટોબર - પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, કોલકાતા

5 નવેમ્બર – પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ

12 નવેમ્બર – પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલકાતા

15 ઓક્ટોબરે લેખાશે ખરાખરીનો ખેલ

ઉલ્લેખનીય છે કે, 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ રમાશે. આ પહેલા 2022માં રમાયેલા T20 વર્લ્ડકપમાં બંને ટીમો આમને-સામને આવી હતી જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Embed widget