22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
World Richest Cricketer Retired : તેની પાસે સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ કરતા પણ વધુ પૈસા છે
World Richest Cricketer Retired : માત્ર 22 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ બનેલા આર્યમાન બિરલાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેની પાસે સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ કરતા પણ વધુ પૈસા છે જેઓ દેશની સૌથી મોટી બ્રાન્ડ બની ગયા છે. જો ભારતના સૌથી અમીર ક્રિકેટરની વાત કરીએ તો આર્યમન બિરલા પહેલા નંબર પર આવે છે.
આર્યમાન બિરલાની કુલ સંપત્તિ 70,000 કરોડ રૂપિયા છે, જે કમાણીની દૃષ્ટિએ સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી કરતાં આગળ છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાન ભારતના સૌથી અગ્રણી ઔદ્યોગિક પરિવારોમાંથી એક છે. આર્યમાને 2017-18 સીઝનમાં મધ્ય પ્રદેશ માટે રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો હતો. 30 લાખ રૂપિયામાં ખરીદ્યા બાદ 2018 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો.
ESPNcricinfo અનુસાર, આર્યમાને નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 414 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને એક અડધી સદી છે. તેણે લિસ્ટ A ક્રિકેટમાં ચાર મેચ રમી અને 36 રન બનાવ્યા હતા. ઘરેલુ ક્રિકેટમાં સારી શરૂઆત કર્યા પછી આર્યમાને વ્યક્તિગત કારણોસર 2019માં પ્રોફેશનલ ક્રિકેટથી અંતર બનાવી લીધું હતું. તેણે રાજસ્થાન રોયલ્સ સાથે બે સિઝન વીતાવી પરંતુ તે IPLમાં ડેબ્યૂ કરી શક્યો નહીં. આ પછી ફ્રેન્ચાઇઝીએ તેને રીલિઝ કરી દીધો હતો.
આર્યમાન બિરલા પાસે લગભગ 70,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેને વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ ખેલાડીઓમાં સ્થાન આપે છે. આમ છતાં આર્યમાન બિરલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક પણ મેચ રમી શક્યો નહોતો. આર્યમાન બિરલાએ પોતાની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 9 મેચની 16 ઇનિંગ્સમાં 1 સદી અને 1 અડધી સદી સાથે કુલ 414 રન બનાવ્યા. આ પછી આર્યમન બિરલાની પણ લિસ્ટ A ક્રિકેટ માટે પસંદગી કરવામાં આવી અને તેણે ત્યાં પણ પોતાની છાપ છોડી હતી.
આર્યમાન બિરલાના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં બધાને ચોંકાવી દીધા છે. આર્યમાન બિરલા પાસે ક્રિકેટમાં સફળતા હાંસલ કરવાનો સમય હતો. પરંતુ આર્યમાન બિરલાને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળી શક્યું અને તે પછી પણ તે ક્રિકેટ છોડીને પોતાના ફેમિલી બિઝનેસ તરફ વળી રહ્યો છે. આર્યમાન બિરલાના જીવનમાં આ એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે.
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ