શોધખોળ કરો

DC-W vs RCB-W, Match Highlights: RCBને દિલ્હીએ 6 વિકેટથી આપી હાર, બેંગ્લુરુને મળી સતત પાંચમી હાર

મહિલા IPLની 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફરી એકવાર RCBને હારનો સામનો કરવો પડ્યો છે.

Womem IPL: મહિલા IPLની 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફરી એકવાર RCBને હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષમાં  RCBની મહિલા પ્રીમિયર લીગમાં સતત 5 મેચ હારી છે અને અત્યાર સુધી તે આ ટુર્નામેન્ટમાં એક પણ જીત મેળવી શકી નથી. સોમવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે RCBને 6 વિકેટથી હરાવ્યું હતું.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિકેટ-કીપર બેટ્સમેન રિચા ઘોષ આરસીબી માટે મેદાન પર આવી અને તેણે એલિસ પેરીને માત્ર 16 બોલમાં 37 રન બનાવીને ટેકો આપ્યો અને આરસીબીની ઇનિંગ્સને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. બીજી તરફ એલિસ પેરીએ સળંગ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને આરસીબીને સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું. . એલિસ પેરીએ 52 બોલમાં 67 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા હતા.

આરસીબીની શરૂઆત ધીમી રહી હતી

આરસીબીએ પોતાની ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ધીમી કરી હતી. તેણે 12.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 63 રન બનાવ્યા હતા પરંતુ તે પછી એલિસ પેરી અને રિચા ઘોષે છેલ્લી પાંચ ઓવરમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 150 સુધી પહોંચાડ્યો હતો.

દિલ્હી તરફથી શેફાલી વર્મા પ્રથમ બોલ પર બોલ્ડ થઈ હતી, પરંતુ તેના સિવાય દિલ્હીની એલિસ કેપ્સીએ 38, જેમિમા રોડ્રિગ્સ 32, મેરિજન કેપ 32 અને જેસ જોન્સને 29 રન બનાવ્યા હતા, જેના કારણે દિલ્હીની ટીમે આ વિજય મેળવ્યો હતો. આ મેચ માટે જેસ જોન્સનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

બોલિંગની વાત કરીએ તો શિખા પાંડેએ દિલ્હી માટે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી.  આશા શોબાનાએ આરસીબી માટે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. આશાએ 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકિપર), શ્રેયંકા પાટીલ, દિશા કાસત, મેગન શુટ્ટુ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ, પ્રીતિ બોસ.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ: મેગ લૈનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કૈપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મરિજાનકૈપ, તાન્યા ભાટિયા (વિકેટકિપર), જેસ જોનાસેન, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, શિખા પાંડે, તારા નોરિસ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget