શોધખોળ કરો

WTC Final 2023 : ભારતને જીત માટે 444 રનનું પહાડ જેવુ લક્ષ્યાંક

WTC ફાઈનલ અંતર્ગત ભારતીય ટીમ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 444 રનનો પીછો કરવા મેદાને પડી હતી.

India vs Australia WTC Final : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને હવે ફાઈનલ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 469 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારત 296 રન જ બનાવી શક્યું હતું અને ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. 

WTC ફાઈનલ અંતર્ગત ભારતીય ટીમ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 444 રનનો પીછો કરવા મેદાને પડી હતી. 

ઓસ્ટ્રેલિયાએ ટી બ્રેકના લગભગ એક કલાક પહેલા 8 વિકેટે 270 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. શમીએ કેપ્ટન કમિન્સને આઠમા બેટ્સમેન તરીકે આઉટ કરતાની સાથે જ ઇનિંગ્સનો અંત જાહેર કરવામાં આવ્યો હતો. આ રીતે પ્રથમ દાવમાં 173 રન સહિત ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે કુલ 444 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. લંચ બાદ ઓસ્ટ્રેલિયાએ લગભગ એક કલાક સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન વિકેટકીપર એલેક્સ કેરી (અણનમ 66)એ પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક (41)એ પણ મહત્વની ઈનિંગ ખેલી હતી. 

ભારત તરફથી મોહમ્મદ શમીએ પહેલા સ્ટાર્કને, ત્યાર બાદ પેટ કમિન્સને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 84.3 ઓવરમાં 8 વિકેટે 270 રન બનાવ્યા હતા. બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ ત્રણ અને ઉમેશ અને શમીએ બે-બે જ્યારે સિરાજે એક વિકેટ લીધી હતી.

લંચ સમયે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 6 વિકેટે 201 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિકેટકીપર એલેક્સ કેરી 41 અને મિચેલ સ્ટાર્ક 11 રન બનાવીને ક્રિઝ પર હતા. આ રીતે પ્રથમ દાવમાં 173 રન સહિત લંચ સુધી ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 374 રન થઈ ગઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ તેના શુક્રવારના સ્કોર 4 વિકેટે 123 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ લાબુશેન 41 અને કેમેરોન ગ્રીન 7 રન બનાવીને જામી ગયા હતા. આજે શનિવારે જ્યારે ચોથા દિવસની રમત શરૂ થઈ ત્યારે થોડી જ વારમાં ઉમેશ યાદવે લબુશેનને પુજારાના હાથમાં કેચ આઉટ કરાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. આમ આજના સ્કોરમાં લબુશેન એક પણ રન ઉમેરી શક્યો ન હતો.બીજી બાજુ રવિન્દ્ર જાડેજાએ કેમેરોન ગ્રીન (25)ની ઇનિંગ્સ મોટી ઈનિંગ રમે તે પહેલા જ તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ગ્રીન સ્વરૂપે ઝડપેલી આ જાડેજાની ત્રીજી વિકેટ હતી.

રહાણે-શાર્દુલ બન્યા તારણહાર

પહેલી ઈનિંગમાં ભારત તરફથી અજિંક્ય રહાણે 89 અને શાર્દુલ ઠાકુરે 51 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 109 રનની શાનદાર ભાગીદારીના કારણે ભારતને પુનરાગમન કરવામાં મદદ મળી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે. તેણે પ્રથમ દાવમાં ભારતને 296 રનમાં આઉટ કર્યા બાદ 173 રનની નોંધપાત્ર લીડ મેળવી હતી જે બીજી ઈનિંગની લીડ સાથે 444 બની ગઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget