શોધખોળ કરો

Yashvardhan Dalal: 426 રન, 46 ચોગ્ગા અને 12 છગ્ગા, હરિયાણાના બેટ્સમેને રમી તોફાની ઈનિંગ્સ, રચ્યો ઈતિહાસ

CK Nayudu Trophy 2024: હરિયાણાના ખેલાડી યશવર્ધન દલાલે ઈતિહાસ રચ્યો છે. તેણે સીકે ​​નાયડુ ટ્રોફીમાં વિસ્ફોટક પ્રદર્શન કરતા 400થી વધુ રન બનાવ્યા છે.

CK Nayudu Trophy 2024: ક્રિકેટમાં નવા નવા રેકોર્ડ બનતા અને તૂટતાં રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટમાં પણ આ જોવા મળે છે. હરિયાણા અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ પરાક્રમ થયું. હરિયાણાના શક્તિશાળી ખેલાડી યશવર્ધન દલાલે ઈતિહાસ રચ્યો છે. તેણે અંડર 23 સીકે ​​નાયડુ ટ્રોફીની આ મેચમાં 400થી વધુ રન બનાવ્યા હતા. તેણે 46 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે યશવર્ધનનો દબદબો રહ્યો છે.                      

હરિયાણા અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસની રમતના અંત સુધીમાં હરિયાણાએ 8 વિકેટ ગુમાવીને 732 રન બનાવી લીધા હતા. આ દરમિયાન યશવર્ધન ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. બીજા દિવસ સુધી તેણે 463 બોલનો સામનો કર્યો અને અણનમ 426 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 46 ફોર અને 12 સિક્સ સામેલ છે. યશવર્ધનનો સ્ટ્રાઈક રેટ 92.01 હતો.           

અર્શ રંગા અને યશવર્ધન વચ્ચે 400 થી વધુ રનની ભાગીદારી      

અર્શ યશવર્ધન સાથે હરિયાણા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 311 બોલનો સામનો કર્યો અને 151 રન બનાવ્યા. અર્શની આ ઇનિંગમાં 18 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ દરમિયાન બંને વચ્ચે 410 રનની ભાગીદારી થઈ હતી. અર્શે આ ભાગીદારીમાં 151 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે યશવર્ધને 243 રનનું યોગદાન આપ્યું હતું.               

હરિયાણાએ પ્રથમ દાવમાં 700થી વધુ રન બનાવ્યા         

હરિયાણાએ મુંબઈની મુશ્કેલીઓ વધારી છે. બીજા દિવસની રમતના અંતે તેણે 8 વિકેટ ગુમાવીને 732 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અર્શ અને યશવર્ધનની સાથે સાથી ખેલાડીઓએ પણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન સર્વેશ રોહિલાએ 59 બોલનો સામનો કરીને 48 રન બનાવ્યા હતા. પર્થ વત્સ 24 રન બનાવીને આઉટ થયો હતો. પર્થ નાગીલે 5 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુંબઈ તરફથી અથર્વ ભોસલેએ 5 વિકેટ લીધી હતી. તેણે 58 ઓવરમાં 135 રન આપ્યા હતા.                 

આ પણ વાંચો : Prithvi Shaw Birthday: પૃથ્વી શૉએ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને ભારત માટે ત્રણ મોટા રેકોર્ડ બનાવ્યા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ

ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

Embed widget