Zainab Abbas: ભારતમાં વર્લ્ડકપ અધવચ્ચેથી છોડીને ભાગી પાકિસ્તાની સ્પૉર્ટ્સ એન્કર, કારણ છે ચોંકાવનારું....
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ 'સમા ટીવી'ના એક્સ એકાઉન્ટ (અગાઉના ટ્વીટર) અનુસાર, ઝૈનબ અબ્બાસે ભારત છોડી દીધું છે
![Zainab Abbas: ભારતમાં વર્લ્ડકપ અધવચ્ચેથી છોડીને ભાગી પાકિસ્તાની સ્પૉર્ટ્સ એન્કર, કારણ છે ચોંકાવનારું.... Zainab Abbas: know the reason why pakistan sports anchor and presenter zainab abbas leave india between odi world cup 2023 Zainab Abbas: ભારતમાં વર્લ્ડકપ અધવચ્ચેથી છોડીને ભાગી પાકિસ્તાની સ્પૉર્ટ્સ એન્કર, કારણ છે ચોંકાવનારું....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/321721bfc019da0c80be8a7bf62db1bc169685000263377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Zainab Abbas Leave India: ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, આ ઇવેન્ટનું આયોજન ભારત કરી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સ્પૉર્ટ્સ એન્કર અને પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસે ભારત છોડી દીધુ છે. ઝૈનબ અબ્બાસે ભારતમાંથી વર્લ્ડકપ 2023 અધવચ્ચેથી છોડીને ચાલી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણીને ભારત છોડવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે અગાઉ તે સાયબર ક્રાઇમ, ભારત અને હિન્દુ ધર્મની ટીકા કરવાને કારણે વિવાદોમાં રહી હતી. તેણીના કેટલાક જૂના ટ્વીટ વાયરલ થયા હતા, જેમાં તે ભારત અને હિન્દુ ધર્મ વિશે ખરાબ બોલતી જોવા મળી હતી.
Pakistani sports presenter Zainab Abbas has safely exited India over "safety concerns"
— SAMAA TV (@SAMAATV) October 9, 2023
She is currently in Dubai; allegations involve #cybercrime and old anti-India tweets #ICCWorldCup2023 #IndiaPakistan #WorldCup2023 pic.twitter.com/DRWKMZs0qS
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ 'સમા ટીવી'ના એક્સ એકાઉન્ટ (અગાઉના ટ્વીટર) અનુસાર, ઝૈનબ અબ્બાસે ભારત છોડી દીધું છે. સુરક્ષાના કારણોસર ઝૈનબે ભારત છોડી દીધું હતું. હાલમાં તે દુબઈમાં છે. તેના પર સાયબર ક્રાઈમ અને જૂની ભારત વિરોધી ટ્વીટનો આરોપ છે.
'ફ્રી પ્રેસ જર્નલ'ના અહેવાલ મુજબ, વિનીત જિંદાલ નામના ભારતીય વકીલે BCCI સાથે મળીને ઝૈનબ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. વિનીત જિંદાલે એક પર લખ્યું હતું. 'અતિથિ દેવો ભવઃ' ફક્ત તે લોકો માટે છે જેઓ આપણા દેશ અને હિંદુ ધર્મનું સન્માન કરે છે પરંતુ ભારત વિરોધીઓનું આપણી ધરતી પર સ્વાગત નથી.
Update on Zainab Abbas Matter:- Complaint letter sent by @vineetJindal19 to @BCCI and @HMOIndia seeking removal of Zainab Abbas @ZAbbasOfficial as the presenter at the ICC World Cup 2023 for her derogatory and provocative posts against Bharat and Hindu Dharma.
— Adv.Vineet Jindal (@vineetJindal19) October 7, 2023
“Athiti devo… pic.twitter.com/tiHCCRtYW3
વર્લ્ડકપ પહેલા ઝૈનબે કર્યું હતુ ઉત્સાહભર્યુ ટ્વીટ -
2 ઑક્ટોબરે, વર્લ્ડકપની શરૂઆત પહેલાં ઝૈનબે ટ્વીટ કર્યું હતું કે, “બીજી બાજુ શું છે, આના પર હંમેશા ઉત્સુકતા હતી, મતભેદથી વધુ કલ્ચરની સમાનતાઓ, મેદાન પર પ્રતિદ્વન્દ્વી પરંતુ મેદાનની બહાર દોસ્તી, એક જ ભાષા અને આર્ટ માટે પ્રેમ અને બિલિયન (અબજ) લોકોના દેશ, અહીં પ્રતિનિધિત્વ, કન્ટેન્ટ બનાવવા અને કામમાં બેસ્ટ લોકો પાસેથી એક્સપર્ટાઇઝ લાવવા માટે. ક્રિકેટ વર્લ્ડકપ 2023માં આઇસીસી એકવાર ફરીથી ભારતમાં થવા માટે વિનમ્ર છું. ઘરેથી 6 અઠવાડિયાનો સફર હવે શરૂ થઇ રહ્યો છે.
There was always intrigue on what lies on the other side, more cultural similarities than differences, rivals on the field but camaraderie off the field, the same language & love for art & a country with a billion people, here to represent, to create content & bring in expertise… pic.twitter.com/dvoRUASpmm
— zainab abbas (@ZAbbasOfficial) October 2, 2023
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)