શોધખોળ કરો

IND vs ZIM: પ્રેસ કોન્ફરન્સમાં શુભમનની જર્સી લઈને પહોંચ્યો ઝિમ્બાબ્વેનો બોલર, આપ્યું પ્રસંશનીય નિવેદન

ભારત-ઝિમ્બાબ્વે (IND vs ZIM) ODI સિરીઝની છેલ્લી મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો.

Shubman Gill Jersey: ભારત-ઝિમ્બાબ્વે (IND vs ZIM) ODI સિરીઝની છેલ્લી મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્રૈડ ઈવાન્સ ભારતીય ઓપનર શુભમન ગિલની જર્સી લઈને પહોંચ્યો હતો. આ જર્સી તેને શુભમન ગીલે આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આ જર્સી બતાવતા બ્રૈડ ઈવાન્સે કહ્યું કે, તે શુભમન ગિલના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છે. ઈવાન્સે એ પણ જણાવ્યું કે, તે આ જમણા હાથના બેટ્સમેનને આટલો કેમ પસંદ કરે છે.

મને આ જર્સી શુભમન પાસેથી મળીઃ ઈવાન્સ

ઈવાન્સે કહ્યું, 'હું શુભમન ગિલના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છું અને તેથી જ મને આ જર્સી તેની પાસેથી મળી છે. તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તમે તેના વિશે પ્રથમ મેચ જોઈને જ કહી શકો છો. જો તે એક રન પણ લે છે, તો પણ તે બોલને તે દિશામાં મજબૂત રીતે ફટકારે છે જ્યાં તે તેને લેવા માંગે છે. તે એક કૌશલ્ય છે અને લાંબા સમય સુધી પ્રેક્ટિસ કર્યા બાદ આ કૌશલ્ય આવી શકે છે. તે કેટલો સારો ખેલાડી છે તે જોવા માટે હું તેને ઘણી વખત જોતો રહ્યો. તેથી જ હું તેનો ફેન છું. મેં તેને આઈપીએલમાં અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો પણ જોયો છે જ્યાં તેણે ટીમને જીત અપાવી હતી. ગિલ સામે બોલિંગ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો.

છેલ્લી વનડેમાં બ્રૈડ ઈવાન્સની શાનદાર બોલિંગ

બ્રૈડ ઈવાન્સે ત્રીજી વનડેમાં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેમાં કેએલ રાહુલ, શિખર ધવન, દીપક હુડા અને શુભમન ગિલની વિકેટનો સમાવેશ થાય છે. ઇવાન્સે કહ્યું કે, મેં શુભમનને જર્સી એક્સચેન્જ કરવા માટે મેચની પહેલાં જ કહ્યું હતું. અને તે સંમત થયો હતો. મેચ પુર્ણ થયા પછી મેં તેને મારી જર્સી આપી અને તેણે મને તેની જર્સી આપી હતી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે.

તમને જણાવી દઈએ કે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 3-0થી હરાવ્યું હતું. શુભમન ગિલને છેલ્લી મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ પણ મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
Advertisement

વિડિઓઝ

Kanti Amrutiya Interview:  ઇટાલિયા આ ટર્મ પૂરતા જ ધારાસભ્ય, ગોપાલ સાથે વાતચીત બાદ અમૃતિયાનો ધડાકો
Rajkot Nafed Groundnut Theft: રાજકોટમાં મગફળીની ચોરી કે કૌભાંડ? સરકારે હાથ ખંખેર્યા!
Rajkot News : શ્રાવણમાં લોકોની આસ્થા સાથે શ્રાવણમાં ચેડા, ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ
Ahmedabad Suicide Case : અમદાવાદમાં શેર બજારના ધંધાર્થીનું રહસ્યમય મોત, હત્યા કે આત્મહત્યા?
Gopal Italia Meet Kanti Amrutiya: ગોપાલ અને કાંતિ અમૃતિયાનું મિલન, બંનેની વાતચીતને લઈ તર્ક-વિતર્ક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
Independence day 2025:  શું તિરંગાના કલરવાળી મીઠાઈ ખાવા પર પણ થાય છે રાષ્ટ્રધ્વજનું અપમાન? જાણો નિયમ
Independence day 2025: શું તિરંગાના કલરવાળી મીઠાઈ ખાવા પર પણ થાય છે રાષ્ટ્રધ્વજનું અપમાન? જાણો નિયમ
Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
'શુભમન ગીલ હશે નવો વનડે કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર', પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ખળભળાટ
'શુભમન ગીલ હશે નવો વનડે કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર', પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ખળભળાટ
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
Embed widget