ક્રિકેટમાં ફરી ધૂણ્યુ ફિક્સિંગનુ ભૂત, ઝિમ્બાબ્વેના સ્ટાર ક્રિકેટર કહ્યું ભારતીય બિઝનેસમેન મને બ્લેકમેઇલ કરતો ને પછી.............
બ્રેન્ડલ ટેલરે પૉસ્ટમાં લખ્યું કે હવે આ વાત સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (ICC) હવે તેના પર કેટલાય વર્ષોનો પ્રતિબંધ લગાવશે
નવી દિલ્હીઃ ક્રિકેટમાં ફરી એકવાર ફિક્સિંગનુ ભૂત ધૂણ્યુ છે. આ વખતે ઝિમ્બાબ્વેન સ્ટાર ક્રિકેટર બ્રેન્ડલ ટેલરે (Brendan Taylor) મોટો ખુલાસો કર્યો છે. બ્રેન્ડલ ટેલર સ્વીકાર કર્યો છે કે, તેને સ્પૉટ ફિક્સિંગ માટે એપ્રૉચ કરવામાં આવ્યો હતો, આ માટે તેને ભારતમાં સટ્ટાબાજોએ તેનો સંપર્ક કર્યો હતો. બ્રેન્ડલ ટેલરે ટ્વીટર પર લાંબી પૉસ્ટ લખીને તેને પોતાની તમામ કહાની બધાની સામે છતી કરી છે.
બ્રેન્ડલ ટેલર ટ્વીટર પૉસ્ટમાં મેચ ફિક્સિંગ માટેની તમામ જાણકારી આપી છે. બ્રેન્ડલ ટેલરે પૉસ્ટમાં લખ્યું કે હવે આ વાત સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (ICC) હવે તેના પર કેટલાય વર્ષોનો પ્રતિબંધ લગાવશે. બ્રેન્ડલ ટેલર કહ્યું કે તે બહેકી ગયો હતો, અને આ કારણે તેને નશીલા પદાર્થનુ પણ સેવન કર્યુ હતુ. ટેલરે કહ્યું કે આ આખા ઘટનાક્રમે તેના માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર કરી, અને તે હવે રિહેબમાં ભરતી છે. બ્રેન્ડન ટેલરના જણાવ્યા મુજબ, સ્પોટ ફિક્સિંગ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે એક ભારતીય ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બ્રેન્ડન ટેલરને કોકેઈન પણ આપવામાં આવ્યું હતુ, ત્યારબાદ તેને વીડિયો બનાવીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. બ્રેન્ડન ટેલરે આ દુ:ખદ સમયમાં તેમનો સાથ આપવા બદલ તેમના પરિવારનો આભાર માન્યો છે.
બ્રેન્ડેન ટેલરે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું છેલ્લા બે વર્ષથી આ તમામ વસ્તુઓ સહન કરી રહ્યો છું, અને મારા માનસિક સ્વાસ્થ્ય પર હવે અસર થવા લાગી છે, તેને કહ્યું- ઑક્ટોબર 2019 માં, તેમને એક ભારતીય ઉદ્યોગપતિ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો, જેમાં તેને સ્પોન્સરશિપ વિશે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું. બ્રેન્ડન ટેલરના અનુસાર, તેને ઝિમ્બાબ્વેમાં ટી20 લીગ શરૂ કરવાની યોજના વિશે કહેવામાં આવ્યું અને તેને ભારત આવવા માટે 15 હજાર ડોલર આપવામાં આવ્યા હતા. આ સાંભળીને હું થોડો ચિંતિત થયો, પરંતુ મને 6 મહિનાથી ઝિમ્બાબ્વે બોર્ડ તરફથી પૈસા મળ્યા ન હતા અને ક્રિકેટનું ભવિષ્ય અધરતાલ હતું. આવી સ્થિતિમાં, હું આ પ્રવાસ માટે નીકળી પડ્યો, જ્યાં મેં ઉદ્યોગપતિ અને તેમના સાથીદારો સાથે ડિનરમાં હાજરી આપી.
To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV
— Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022