શોધખોળ કરો
Advertisement
ICC T 20 રેન્કિંગમાં દિપક ચહરનો હનુમાન કૂદકો, સીધો જ પહોંચી ગયો ટોપ 50માં
દિપર ચહર 88 સ્થાનની છલાંગ સાથે ટોપ 50 બોલર્સમાં સામેલ થયો છે અને તે બોલર્સ રેન્કિંગમાં 42મા સ્થાને પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ રવિવારે રાત્રે નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રને હાર આપીને 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી ફાસ્ટ બોલર દિપક ચહરે શાનદાર પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપી હેટ્રિક સહિત કુલ 6 વિકેટ ઝડપી હતી. ચહરને તેના આ શાનદાર દેખાવનો ફાયદો થયો છે.
ચહર T 20 રેન્કિંગમાં 130માં સ્થાનથી 88 સ્થાનની છલાંગ સાથે ટોપ 50 બોલર્સમાં સામેલ થયો છે અને તે બોલર્સ રેન્કિંગમાં 42મા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલર્સ રેન્કિંગમાં સ્લો-બોલર્સનો દબદબો રહ્યો છે. ટોપ-9માંથી 8 સ્પિનર્સ છે.
રાશિદ ખાન 757 પોઈન્ટ્સ સાથે નંબર 1 અને મિચેલ સેન્ટનર 700 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર 2 બોલર છે. રવિવારે દિપક ચહર ભારત માટે T-20માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. તેના પ્રદર્શન થકી ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement