શોધખોળ કરો
ચાર વર્ષથી વનડે ન રમનાર ખેલાડીને આ ટીમે વર્લ્ડ કપ માટે બનાવ્યો કેપ્ટન
આઈસીસી વર્લ્ડ કપ શરૂ થવાને હવે 45 દિવસ બાકી છે. વર્લ્ડ કપની શરૂઆત 30 મેના રોજ ઇંગ્લેન્ડમાં થશે અને ફાઈનલ 14 જુલાઈના રોજ રમાશે.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ શરૂ થવાને હવે 45 દિવસ બાકી છે. વર્લ્ડ કપની શરૂઆત 30 મેના રોજ ઇંગ્લેન્ડમાં થશે અને ફાઈનલ 14 જુલાઈના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમોની જાહેરાત થવા લાગી છે. ન્યૂઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશે ટીમની જાહેરાત કરી દીધી છે.
શ્રીલંકાની ટીમે વર્લ્ડ કપ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ડાબોડી બેટ્સમેન દિમુથ કરુણારત્નેને ટીમનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ પહેલા લસિથ મલિંગા ટીમના કેપ્ટન હતા. મલિંગાની કેપ્ટનશીપમાં ટીમનો રેકોર્ડ કંઈ ખાસ ન રહ્યો.
દિમુથ કરુણારત્નેને શ્રીલંકન ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે પરંતુ તેણે 2015થી અત્યાર સુધી એકપણ વનડે મેચ રમ્યા નથી. તેમ છતાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ તેનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. કરુણારત્નનેએ અત્યાર સુધી શ્રીલંકા માટે માત્ર 17 વને રમ્યા છે. આ મેચમાં તેણે 190 રન બનાવ્યા છે.
આ વર્ષે શરૂઆતમાં દક્ષિણ આફ્રીકના પ્રવાસ માટે દિમુથ કરૂણારત્નેને શ્રીલંક ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેની કેપ્ટનશીપ હેઠલ દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ મેચની સીરીઝ 2-0થી જીતી હતી. શ્રીલંકા દક્ષિણ આફ્રીકમાં ટેસ્ટ સીરીઝ જીતનાર પ્રથમ એશિયાઈ ટીમ બની હતી. એ જ સમયે તેને વનડે ટીમના કેપ્ટન બનાવવાની વાત ચાલી રહી હતી. જોકે હજુ સુધી વર્લ્ડ કપ માટે શ્રીલંકન ટીમની જાહેરાત થઈ નથી પરંતુ બોર્ડે નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement