શોધખોળ કરો

વર્લ્ડકપ ફાઇનલ: લોર્ડ્સના મેદાન પર ટોસ જીતીને શું કરવું રહેશે ફાયદાકારક, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?

આ વર્લ્ડકપમાં ટોસની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થઇ છે એવામાં ફાઇનલ મેચમાં પણ ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે તેવી માનવામાં આવી રહ્યું છે

  નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં આજે ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. બંન્ને ટીમો એક પણ વખત વર્લ્ડકપ જીતી શકી નથી ત્યારે આ વખતે વિશ્વ ક્રિકેટને નવો ચેમ્પિયન મળશે. ન્યૂઝીલેન્ડની ટીમ બીજી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે જ્યારે યજમાન ઇગ્લેન્ડ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ વર્લ્ડકપમાં ટોસની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થઇ છે એવામાં ફાઇનલ મેચમાં પણ ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે તેવી માનવામાં આવી રહ્યું છે. આ વર્લ્ડકપમાં લોર્ડ્સના મેદાન પર રમાયેલી ચાર મેચમાં ચારેય મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. આંકડાઓ પર નજર નાખવામાં આવે તો લોર્ડ્સમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 21 મેચમાંથી 9 મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કનારી ટીમોએ 20 મેચ જીતી છે જ્યારે 21 મેચ હારી છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ઇગ્લેન્ડે અત્યાર સુધીમાં કુલ 54 મેચ રમી છે જેમાંથી 24 મેચમાં જીત મળી છે જ્યારે 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે મેચ ડ્રો અને એક મેચમાં પરિણામ આવ્યું નહોતું. આ મેદાન પર ઇગ્લેન્ડના જીતનો ચાન્સ 47 ટકા છે. લોર્ડ્સના મેદાન પર કુલ 65 વન-ડે મેચમાંથી 21 વખત ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમને 9 વખત જીત મળી છે જ્યારે 12 વખત હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 44 વખત ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનારી ટીમનો 20 વખત વિજય થયો હતો જ્યારે 21 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમે 42 ટકા મેચમાં જીત હાંસલ કરી છે જ્યારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનારી ટીમે 45 ટકા મેચમા જીત હાંસલ કરી છે. જ્યારે 47 ટકા મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે એવામાં આ મેદાન પર ટોસ હાર-જીતમાં વધુ અંતર પેદા કરશે નહી.

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget