શોધખોળ કરો
Advertisement
ગૌતમ ગંભીરે કાશ્મીર મુદ્દે કયા પાકિસ્તાની ક્રિકેટરને 'બેટા ચિંતા ના કર' કહીને તતડાવી નાંખ્યો, જાણો વિગતે
ભારતના જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટવાના નિર્ણયને દેશે ખોબે ખોબે વધાવી લીધો હતો, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર સુરેશ રૈના, મોહમ્મદ કૈફ, એથ્લેટિક મનોજ કુમાર સહિતના સ્ટાર્સે પ્રસંશા કરી હતી
નવી દિલ્હીઃ હાલ ભારતમાં જમ્મુ-કાશ્મીરને લઇને રાજકીય અને સંસદીય વાતાવરણ ગરમ છે, દરેક પક્ષના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે. ગઇકાલે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ દુર કરીને રાજ્યસભામાં બીલ પાસ કરાવી લીધુ હતુ, હવે આ જે લોકસભામાં ચર્ચા બાદ પાસ થઇ જશે. જમ્મુ-કાશ્મીરને લઇને હવે ગૌતમ ગંભીર અને પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદી વચ્ચે ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ છે.
પાક ક્રિકેટર શાહિદ આફ્રિદીએ જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ ખતમ કરવા પર એક ટ્વીટ કર્યુ હતુ, જેને જવાબ ગૌતમ ગંભીરે બેટા ચિંતા ના કરીને આપ્યો હતો. આ ખુબ ટ્રેન્ડ થઇ રહ્યો હતો.
પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતના કાશ્મીરના મુદ્દે એક ટ્વીટ કર્યુ. ગંભીરે તેને તતડાવી નાંખ્યો અને ટ્વીટમાં લખ્યું કે "આફ્રિદી એકવાર ફરીથી હાજર થયો છે, શાહિદ આફ્રિદી બિલકુલ ઠીક કહી રહ્યો છે. કારણ વિનાની આક્રમકતા છે, માનવતા વિરુદ્ધ અપરાધ છે. તેમને ઘણુબધુ કહ્યું પણ તે બતાવવાનું ભુલી ગયા કે આ બધુ પીઓકેમાં થઇ રહ્યું છે. ચિંતા ના કર બેટા, આને પણ અમે સંભાળી લઇશું બેટા."
ભારતના જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટવાના નિર્ણયને દેશે ખોબે ખોબે વધાવી લીધો હતો, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર સુરેશ રૈના, મોહમ્મદ કૈફ, એથ્લેટિક મનોજ કુમાર સહિતના સ્ટાર્સે પ્રસંશા કરી હતી.@SAfridiOfficial is spot on guys. There is “unprovoked aggression”, there r “crimes against humanity”. He shud be lauded ????for bringing this up. Only thing is he forgot to mention that all this is happening in “Pakistan Occupied Kashmir”. Don’t worry, will sort it out son!!! pic.twitter.com/FrRpRZvHQt
— Gautam Gambhir (@GautamGambhir) August 5, 2019
Landmark move - scrapping of #Article370! Looking forward to smoother, and more inclusive times. #JaiHind????????
— Suresh Raina???????? (@ImRaina) August 5, 2019
Here’s to more inclusiveness. May there be peace and love. #Article370
— Mohammad Kaif (@MohammadKaif) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement