શોધખોળ કરો
Advertisement
કાશ્મીર મુદ્દે ગંભીરે કયા પાકિસ્તાની ક્રિકેટરને ખખડાવી નાંખ્યો, ને કહ્યું હજુ તુ નાનો છોકરો છે નર્સરી સ્કૂલમાં જા.....
શાહિદ આફ્રિદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કહ્યું હતું કે, હું કાશ્મીરના લોકોની સાથે ઉભો છું, અને આ વાતને રજૂ કરવા હું પીઓકેનો પ્રવાસ કરીશ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે ફરી એકવાર પાકિસ્તાનને આડેહાથે લીધુ છે, જોકે આ વખતે તેને સીધો હુમલો પાકના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી પર કર્યો છે. આફ્રિદીએ ઇમરાન ખાનના સમર્થનમાં પીઓકે જવાની વાત કહી હતી જેને લઇને ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો હતો.
શાહિદ આફ્રિદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કહ્યું હતું કે, હું કાશ્મીરના લોકોની સાથે ઉભો છું, અને આ વાતને રજૂ કરવા હું પીઓકેનો પ્રવાસ કરીશ.
આફ્રિદીએ ટ્વિટ કરીને લખ્યું, આ શુક્રવારે મજાર-એ-કાઇદ નજીક બપોરે 12 વાગે ઉભો રહીશ. આ ઉપરાંત 6 સપ્ટેમ્બરે એક શહીદના ઘરે પણ જઈશ. એટલું જ નહીં ટૂંક સમયમાં લાઇન ઓફ કંટ્રોલની પણ મુલાકાત લઇશ.
આફ્રિદીના આ નિવેદન પર હવે ગંભીરે એટેક કર્યો છે, કહ્યું કે, ''સાથીઓ, આ ફોટામાં શાહીદ આફ્રિદી, શાહિદ આફ્રિદીને પુછી રહ્યાં છે કે શાહિદ આફ્રિદીને, શાહિદ આફ્રિદીને શરમમાં નાંખવા માટે શું કરવુ જોઇએ, જેથી એમાં કોઇ શક ના રહે કે શાહિદ આફ્રિદીએ મોટો થવાનો ઇનકાર કરી દીધો છે, હું તેની મદદ માટે ઓનલાઇન કિન્ડરગાર્ડન ઓર્ડર કરી રહ્યો છું."Let’s respond to PM call for Kashmir Hour as a nation. I will be at Mazar e Quaid at 12 pm on Friday. Join me to express solidarity with our Kashmiri brethren. On 6 Sep I will visit home of a Shaheed. I will soon be visiting LOC.
— Shahid Afridi (@SAfridiOfficial) August 28, 2019
શાહિદ આફ્રિદી આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દે આવા નિવેદન આપી ચુક્યો છે, જેના પર ઘણો વિવાદ થયો હતો. માત્ર આફ્રિદી જ નહીં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ, બોક્સર આમિર ખાન પણ ઈમરાન ખાનના સમર્થનમાં આવ્યા હતા અને લાઇન ઓફ કંટ્રોલ પણ જવાની વાત કરી હતી. ગત વર્ષે નવેમ્બરમાં લંડનમાં આયોજિત એક ઈવેન્ટમાં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનને કાશ્મીર નથી જોઈતું, કારણકે તેના ખુદના ચાર પ્રાંત પણ સંભાળી શકતા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, કાશ્મીર એક સ્વતંત્ર પ્રાંત રહેવો જોઈએ.Guys, in this picture Shahid Afridi is asking Shahid Afridi that what should Shahid Afridi do next to embarrass Shahid Afridi so that’s it’s proven beyond all doubts that Shahid Afridi has refused to mature!!! Am ordering online kindergarten tutorials for help @SAfridiOfficial pic.twitter.com/uXUSgxqZwK
— Gautam Gambhir (@GautamGambhir) August 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement