શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર બોલરે બીજા દીકરાની તસવીર શેર કરી તો હરભજને કર્યો ટ્રોલ, કહ્યું- સ્પીડ ઓછી નથી થઈ ભાઈ....
શોએબ અખ્તરે પોતાના બીજા દીકરાની સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરી.
નવી દિલ્હીઃ એક સમયે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર બેટ્સમેનો માટે કોઈ ખતરાથી કમ ન હતા. અખ્તરને સૌથી ખરતનાર બોલરમાંથી એક ગણવામાં આવે છે. જોકે મેદાનથી દૂર તેનું વ્યક્તિત્વ બિલકુલ અલગ જ છે. આ ફાસ્ટ બોલરને આ વખતે હરભજન સિંહને પોતાના ટ્વીટની ફિરકીથી બોલ્ડ કર્યા છે.
શોએબ અખ્તરે પોતાના બીજા દીકરાની સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરી. અખ્તર આ વર્ષે જુલાઈમાં બીજી વખત પિતા બન્યો હતો. તેણે 2014માં લગ્ન કર્યા હતા અને 7 નવેમ્બરે 2016ના રોજ પ્રથમ વખત પિતા બન્યો હતો. તેના પ્રથમ દીકરાનું નામ મોહમ્મદ મિકાઈલ અલી છે. તેણે દીકરાની સાથે તસવીર ટ્વીટ કરતાં લોકોને તેને આશીર્વાદ આપવા માટે કહ્યું.
જોકે આ તસવીર પર હરભજન સિંહે તેને ટ્રોલ કર્યો. હરભજને દીકરાને આશીર્વાદ આપ્યા અને સાથે એક શાનદાર કમેન્ટ પણ કરી જે જોઈને લોકો હસવાનું રોકી ન શક્યા. ભજ્જીએ લખ્યું, “ભગવાન તેને આશીર્વાદ આપે....અભિનંદન, સ્પીડ ઓછી નથી થઈ ભાઈ.”
શોએબ અખ્તરે હાલમાં જ ત્રીજી ટી20માં બાંગ્લાદેશ વિરૂદ્ધ જીત બાદ ભારતની પ્રશંસા કરી હતી. અખ્તરે કહ્યું હતું કે, ભારતે ખુદને બોસ તરીકે સાબિત કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement