(Source: ECI/ABP News/ABP Majha)
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખતરનાક પ્રદર્શન કરનારા ભારતીયને ICCએ બનાવ્યો મહિનાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, જાણો કેમ
ભુવનેશ્વર કુમારને (Bhuvneshwar Kumar) ઇંગ્લેન્ડ (England vs India) સામે માર્ચેમાં લિમીટેડ ઓવરોની સીરીઝમાં શાનદાર પ્રદર્શન માટે આઇસીસી (ICC) મહિનાના સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
દુબઇઃ ભારતીય ટીમના (Team India) અનુભવી ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારને (Bhuvneshwar Kumar) ઇંગ્લેન્ડ (England vs India) સામે માર્ચેમાં લિમીટેડ ઓવરોની સીરીઝમાં શાનદાર પ્રદર્શન માટે આઇસીસી (ICC) મહિનાના સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) ત્રણ વનડેમાં 4.65ની એવરેજથી છ વિકેટ લીધી હતી, જ્યાંરે પાંચ ટી20માં 6.38 ની એવરેજથી ચાર વિકેટો ઝડપી હતી.
તેને આઇસીસી (ICC Award) દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતમાં કહ્યું- લાંબા અને દર્દનાક બ્રેક બાદ ભારત માટે ફરીથી રમવાની ખુશી હતી. મે આ દરમિયાન પોતાની ફિટનેસ અને ટેકનિક પર ખુબ કામ કર્યુ. ભારત માટે ફરીથી વિકેટો ઝડપીને સારુ લાગી રહ્યું છે.
તેને કહ્યું- હુ આ સફરમાં શરૂથી મારા સાથી રહેલા દરેક વ્યક્તિને ધન્યવાદ આપવા માંગુ છુ. મારો પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓ. આઇસીસી વૉટિંગ એકેડમી અને મને માર્ચ મહિનાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવા માટે વૉટ આપનારા તમામ પ્રસંશકોનો સ્પેશ્યલ ધન્યવાદ. ભુવનેશ્વર કુમાર અત્યારે આઇપીએલની 14મી સિઝનમાં રમી રહ્યો છે.
ભુવનેશ્વર કુમાર આ પુરસ્કાર મેળવનારો સતત ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. જાન્યુઆરીમાં પહેલો પુરસ્કાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મળ્યો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનને પુરસ્કાર જીત્યો હતો. ભુવનેશ્વર કુમાર ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પીનર રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેના સીન વિલિયમ્સ પણ દોડમાં હતા.
ખાસ વાત છે કે, દર મહિને ત્રણ દાવેદારોની પસંદગી મેદાન પર તે મહિનામાં તેમના પ્રદર્શન અને સમગ્ર ઉલબ્ધિઓના આધાર પર કરવામાં આવે છે. આ પછી આઇસીસીની સ્વતંત્ર વૉટિંગ એકેડમી અને દુનિયા ભરના પ્રસંશકો મતદાન કરે છે. આઇસીસી વૉટિંગ એકેડમીમાં સીનિયર પત્રકાર, પૂર્વ ખેલાડી, ને પ્રસારક અને આઇસીસી હૉલ ઓફ ફેમના કેટલાક સભ્યો સામેલ છે. ભારતમાં વીવીએસ લક્ષ્મણ અને પત્રકાર મોના પાર્થસારથી આ એકેડમીના સભ્ય હતા.