ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવી જીત મેળવી લીધી હતી. જેમાં કેપ્ટન પૃથ્વી શૉ એ માત્ર 39 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતાં, જ્યારે બીજા ઓપનર મનોજ કાલરા 9 રન બનાવીને નૉટ આઉટ રહ્યો. અનુકૂલ રૉય ને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
2/5
3/5
આની પહેલાં ભારતીય ટીમ એ પપુઆ ન્યુ ગિની (પીએનજી) ને 21.4 ઓવરોમાં માત્ર 64 રનો પર સમેટી દીધું. ગ્રૂપ-બીના આ મુકાબલામાં પપુઆ ગિનીના શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને અંત સુધી તેઓ શકય કરી શકયા નહીં. અનુકૂલ સુધાકરણ રોય એ 14 રન આપી 5 વિકેટના ઝાટકા આપ્યા જ્યારે શિવમ માવીના ખાતામાં 2 વિકેટ ગઇ. કમલેશ નાગરકોટી અને અર્શદીપ સિંહ એ 1-1 વિકેટ લીધી.
4/5
પોતાની પહેલી મેચમાં ભરત એ ઑસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી વિજયી શરૂઆત કરી હતી. બીજીબાજુ પીએનજી માટે ટુર્નામેન્ટની શરૂઆત સારી નહોતી. તેણે પોતાની પહેલી મેચમાં ઝિમ્બાબ્વેની સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ઝિમ્બાબ્વે એ પીએનજીની ઇનિંગ્સ માત્ર 95 રનો પર સમેટી દીધી હતી.
5/5
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલ પપુઆ ન્યુ ગિનીની ટીમ ભારતીય બોલર્સ સામે ઘૂંટણિયે દેખાઇ. તેને પહેલો ઝાટકો 13 રનોના સ્કોર પર લાગ્યો તો 50 રનની અંદર ટોપ-4 બેટસમેન પાછા ફર્યા હતા. ત્યારબાદ પાંચમી વિકેટ 61 રન પર પડી પછી તો ટપોટપ વિકેટો પડવા લાગી. 15 રન બનાવનાર ઓવિયા સૈમ બેસ્ટ સ્કોરર રહ્યા. બીજીબાજુ ઓપનર સિમોન અતાઇ એ 13 રનની ઇનિંગ્સ રમી તો સિનાકા અરૂઆ 12 રન બનાવી શકયો. આ સિવાય પપુઆ ન્યૂ ગિનીનો કોઇપણ બેટસમેન 10નો આંકડો પાર કરી શકયો નહીં. 5 બેટસમેન ખાતું ખોલ્યા વગર પેવેલિયનમાં પાછા ફર્યા.