શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2019: આ ખેલાડીએ વર્લ્ડ કપ ટીમ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- વધુ એક ફાસ્ટ બોલરની જરૂર છે
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકટેર અને હવે ભાજપ નેતા ગૌતમ ગંભીરે ઈશારા ઈશારામાં વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ટીમને લઈને સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હીઃ આઈપીએલ-12 ખત્મ થયા બાદ હવે બધાની નજર વર્લ્ડ કપ પર છે. બધાને આશા છે કે આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતશે. જોકે વર્લ્ડ કપ શરૂ થતા પહેલા જટીમની પસંદગીને સવાલ ઉભા થવા લાગ્યા છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકટેર અને હવે ભાજપ નેતા ગૌતમ ગંભીરે ઈશારા ઈશારામાં વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ટીમને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય વર્લ્ડ કપ ટીમમાં હજુ એક ફાસ્ટ બોલરની જરૂર છે.
ગંભીર અનુસાર, મને લાગે છે કે ટીમ ઇન્ડિયામાં એક ક્વોલિટી ફાસ્ટ બોલરની ઘટ છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને વધારે મદદની જરૂરત છે. તમે એ વાતને લઈને ચર્ચા કરી શકો છો કે ભારત પાસે હાર્દિક પંડ્યા અને વિજય શંકર જેવા ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે, પરંતુ હું તેનાથી આશ્વસ્ત નથી. અંતે તો ટીમમાં સંતુલન રાખવું જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion