શોધખોળ કરો

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર

બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે જ ભારતીય બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે.

નવી દિલ્હીઃ  ભારતે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને એન્ટીગુઆ ખાતે 318 રને હરાવ્યું હતું. 419 રનનો પીછો કરતા વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થયું હતું. જે વેસ્ટ ઈન્ડિઝનો ભારત સામે સૌથી ઓછો સ્કોર હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ, ઇશાંત શર્માએ 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે જ ભારતીય બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો હતો. બુમરાહે બીજી ઇનિંગમાં સાત રન આપી પાંચ વિકેટ ઝડપી. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર આ ઉપરાંત સૌથી ઓછા રન આપીને પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. બુમરાહ પહેલા આ રેકોર્ડ વેંકટપતિ રાજુના નામે હતો. રાજુએ 1990માં શ્રીલંકા સામે ચંજીગઢમાં 12 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હરભજન સિંહે 2006માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 13 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો બુમરાહનું પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટ ઈનિંગમાં ચોથા નંબરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. વિશ્વ ક્રિકેટમાં ત્રણ જ ખેલાડીઓ ટેસ્ટ ઈનિંગમાં સૌથી ઓછા રન આપીને પાંચ વિકેટ ઝડપી ચુક્યા છે. 1947માં  ઓસ્ટ્રેલિયાના એની ટોશૈકે ભારત સામે 2 રનમાં 5 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના જેર્મેન લાર્સને 2006માં બાંગ્લાદેશ સામે 3 રનમાં 6 વિકેટ ખેરવી હતી. 1932માં ઓસ્ટ્રેલિયાના બર્ટ આઈરનમૉન્ગરે મેલબર્નમાં સાઉથ આફ્રિકા સામે 6 રનમાં 5 વિકેટ લીધી હતી. શેરબજારમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો શું છે કારણ BLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget